નખ કાપવા માટે કયા દિવસ છે શુભ, નખ કાપવાનો ધનપ્રાપ્તિ સાથે પણ છે સંબંધ!

Nail Cutting Astro Tips in Gujarati: નખ કાપવાના સમય અને દિવસ વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. ઘણીવાર વડીલો કહે છે કે આ દિવસે કે દરરોજ નખ ન કાપવા જોઈએ. આજે જાણીએ કયો દિવસ નખ કાપવા માટે શુભ છે.
 

નખ કાપવા માટે કયા દિવસ છે શુભ, નખ કાપવાનો ધનપ્રાપ્તિ સાથે પણ છે સંબંધ!

નવી દિલ્હીઃ નખ કાપવાના સમય અંગે ઘણી મન્યતાઓ છે. નખ ચોક્કસ દિવસે જ કાપવા જોઈએ અને અમુક દિવસે ન જ કાપવા જોઈએ, એવું આપણે ઘણા લોકો પાસેથી સાંભળતા હોઈએ છીએ. એવું પણ માનવામાં આવે છે કે તમારે દિવસના ચોક્કસ સમયે જ નખ કાપવા જોઈએ. આ ઉપરાંત નખ કાપવા અને તેમને સાફ રાખવા તમારા સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. 

ધાર્મિક ગ્રંથોમાં પણ નખ કાપવાના નિયમોનો ઉલ્લેખ છે. આ નિયમોનું પાલન કરવાથી તમને સારા પરિણામો મળી શકે છે. તમે એવું સાંભળ્યું હશે કે સૂર્યાસ્ત સમયે અને સૂર્યાસ્ત પછી તમારે નખ ન કાપવા જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે. આ જ કારણ છે કે સૂર્યાસ્ત સમયે કે તે પછી નખ કાપવાથી બચવું જોઈએ.

સોમવારઃ સોમવારે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે, જેનો સંબંધ ચંદ્ર અને મન સાથે છે. તેથી, સોમવારે નખ કાપવાથી અજાણ્યા મુદ્દાથી છૂટકારો મેળવવામાં મદદ મળી શકે છે. 

મંગળવારઃ મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે નખ અને વાળ કાપવા અશુભ માનવામાં આવે છે. 

બુધવારઃ બુધવારે નખ કાપવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. આ ઉપરાંત, બુદ્ધિનો ઉપયોગ કરીને પૈસા કમાવવામાં પણ મદદ મળી શકે છે.

ગુરુવારઃ એવું કહેવાય છે કે ગુરુવારે નખ કાપવાથી વ્યક્તિના ગુણોમાં વધારો થાય છે.

શુક્રવાર: આ દિવસ શુક્ર ગ્રહને સમર્પિત છે અને પ્રેમ, સંપત્તિ અને વૈભવ સાથે તેનો સંબંધ છે. શુક્રવારે નખ કાપવા સારા માનવામાં આવે છે, આમ કરવાથી તમારા સંબંધ મજબૂત બને છે.

શનિવારઃ શનિવારે નખ બિલકુલ ન કાપવા જોઈએ. આમ કરવાથી તમારી કુંડળીમાં શનિ નબળો પડી જાય છે, જે માનસિક અને શારીરિક સમસ્યાઓને નોંતરી શકે છે. તેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે.

રવિવાર: ઘણા લોકો રવિવારે તેમના નખ કાપીને સાફ કરે છે, એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ પ્રભાવિત થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news