Astro Tips: આ વાર અને તિથિ હોય ત્યારે ભુલથી પણ શરીર પર તેલ લગાડતા નહીં, થઈ જશો કંગાળ
Astro Tips:જ્યોતિષશાસ્ત્રમાં તેલ સંબંધિત પણ આવા કેટલાક મહત્વના નિયમો દર્શાવવામાં આવ્યા છે. આ નિયમ અનુસાર કેટલાક ખાસ દિવસો પર શરીરના અંગ કે માથામાં તેલ લગાડવું નહીં. જો આ નિયમને ધ્યાનમાં રાખવામાં ન આવે તો વ્યક્તિ બરબાદ પણ થઈ શકે છે.
Trending Photos
Astro Tips: જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ પોતાની દિનચર્યામાં કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. આપણા દૈનિક જીવન સંબંધિત કેટલાક નિયમોનું વિસ્તાર પૂર્વક વર્ણન જ્યોતિષશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. વ્યક્તિની આવી નાની નાની આદતો જ તેના ભવિષ્યને નક્કી કરે છે. દૈનિક જીવનમાં થતી કેટલીક ભૂલ વ્યક્તિને બરબાદ પણ કરી શકે છે.
જ્યોતિષશાસ્ત્રમાં તેલ સંબંધિત પણ આવા કેટલાક મહત્વના નિયમો દર્શાવવામાં આવ્યા છે. આ નિયમ અનુસાર કેટલાક ખાસ દિવસો પર શરીરના અંગ કે માથામાં તેલ લગાડવું નહીં. જો આ નિયમનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે પરંતુ જો આ નિયમને ધ્યાનમાં રાખવામાં ન આવે તો વ્યક્તિ બરબાદ પણ થઈ શકે છે.
કઈ તિથિ પર શરીર પર ન લગાડવું તેલ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રતિપદા, ષષ્ટી, અષ્ટમી, ચતુર્દશી, પૂનમ અને અમાસની તિથિ હોય ત્યારે શરીર પર તેલ લગાડવું નહીં. આ દિવસોમાં શરીર પર તેલ માલિશ કરવાથી કે તેલ લગાડવાથી ધનહાનિ થાય છે.
કયા દિવસોએ શરીર પર ન લગાડવું તેલ
રવિવાર, મંગળવાર, ગુરૂવાર કે શુક્રવારના દિવસે પણ શરીર પર તેલ માલિશ કરવી નહીં. રવિવારે શરીર પર તેલ લગાડવાથી ઘરમાં ક્લેશ વધે છે. મંગળવારે તેલ લગાડવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ગુરૂવારના દિવસે જો તમે શરીર પર તેલ લગાડો છો તો ઘરમાં નિર્ધનતા વધે છે. આ રીતે શુક્રવારે તેલ લગાડવાથી પણ ધનહાનીનો સામનો કરવો પડે છે.
કયા દિવસે તેલ લગાડવું શુભ
સોમવારના દિવસે જો તમે તેલ લગાવો છો તો ભાગ્ય ચમકે છે તે જ રીતે બુધવારના દિવસે તેલ લગાડવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ સિવાય તેલ માલિશ કરવા માટે કે શરીરના અંગ પર તેલ લગાડવા માટે શનિવારનો દિવસ સર્વ શ્રેષ્ઠ છે.
આ વાતનું પણ રાખો ધ્યાન
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ સુગંધિત તેલ કે અત્તરનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી કોઈ દોષ લાગતો નથી. જો તમે સરસવના તેલનો ઉપયોગ કરો છો તો ગ્રહણ કાળ સિવાય તેને કોઈપણ દિવસે લગાડી શકાય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે માથામાં લગાડતા જે તેલ બચે તેને ભૂલથી પણ શરીર પર લગાડવું નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે