Cotton Price : ગુજરાતમાં આ ખેતી કરનારા ખેડૂતો પાક વેચવામાં ઉતાવળ ન કરતા, માલામાલ થાય તેવો ભાવ ભવિષ્યમાં બોલાશે

 Cotton Price Hike : કપાસના ખેડૂતો ઉતાવળ ન કરે : હજુ 10 ટકા વધી શકે છે રૂનો ભાવ, આ છે બજારના સમીકરણો 

Cotton Price : ગુજરાતમાં આ ખેતી કરનારા ખેડૂતો પાક વેચવામાં ઉતાવળ ન કરતા, માલામાલ થાય તેવો ભાવ ભવિષ્યમાં બોલાશે

Price of Cotton : ખેડૂતો એક સમયે રૂના 10 હજાર સુધીના ભાવ જોઈ ચૂકયા છે. આ વર્ષે ખેડૂતોને 7000થી વધારે ભાવ મળ્યો નથી. ઓછા ભાવ ખેડૂતોને ગળે ઉતરી રહયાં નથી. ખેડૂતોએ સ્ટોક તો કરી રાખ્યો છે પણ ઓછા ભાવને પગલે ખેડૂતોમાં નિરાશા છે. જો તમે રૂનો સ્ટોક કરી રાખ્યો છે તો આ સમાચાર તમારા માટે જ છે. વિશ્વ બજારમાં કપાસના વધતા જતા ભાવને પગલે દેશમાં રૂના ભાવ વધી રહ્યાં છે. આમ છતાં ભારતીય રૂ વિશ્વ બજારમાં સૌથી સસ્તું છે. આગામી દિવસોમાં કપાસના ભાવમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે. ફેબ્રુઆરી માસમાં 4 લાખ ગાંસડી નિકાસના ઓર્ડર થયા છે. આગળ પણ રૂની નિકાસમાં તેજી આવે તેવી સંભાવના છે. જો તમારી પાસે રૂનો સ્ટોક છે. આગામી મહિને વધુ 10 ટકા ભાવમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે. 

વિશ્વ બજારમાં કોટલુક એ ઈન્કેક્સમાં વધારો

આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો અમેરિકન વાયદા બજારમાં કોટનના ભાવ 80 સેન્ટથી વધીને 94 સેન્ટ સુધી પહોંચી ગયા છે. ભારતીય રૂપિયામાં વાત કરીએ તો આ ભાવ 14,600થી વધીને પ્રતિ ક્વિન્ટલ 17,200 રૂપિયા સુધી પહોંચી ગયો છે.  વિશ્વ બજારમાં રૂના ભાવમાં એક મહિનામાં 16 ટકાનો વધારો થયોછે. ત્યાર બાદ દેશમાં વાયદા બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. હાજર કપાસ બજારમાં ભાવમાં ખાસ વધારો થયો નથી. વિશ્વ બજારમાં કોટલુક એ ઈન્કેક્સમાં વધારો થયો છે. આ સૂચકાંક દુનિયામાં સૌથી ઓછી કિંમત ધરાવતા 5 દેશોની સરેરશ છે. કોટલુક એ ઈન્ડેક્સ હવે એક ડોલરને પાર કરી ગયો છે. એ ઈન્ડેક્સ 101.45 સેન્ટ પ્રતિ પ્રાઉન્ડ છે. એટલે કે વિશ્વ બજારમાં કપાસની કિંમત 18 હજાર 700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે પહોંચી ગઈ છે. જોકે, ભારતમાં 29 એમએમ કપાસનો ભાવ પ્રતિ કેન્ડી 16,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. આમ વિશ્વ બજારની તુલનાએ ભારતમાં રૂનો ભાવ 1800 રૂપિયા રસ્તો છે. 

ચીન ગેમચેન્જર બનશે
ફેબ્રુઆરીમાં ભારતમાં નિકા માટે કપાસની 4 લાખ ગાંસડી નિકાસ ચીન, બાંગ્લાદેશ અને વિયેતનામ જશે. ચીન એ ભારતીય રૂનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. ચીને ફેબ્રુઆરીમાં 3 લાખ ગાંસડી કપાસની ખરીદીના સૌદા કર્યા છે. આ ત્રણ દેશો 2 કારણોસર ભારતીય કપાસ ખરીદી રહ્યાં છે. ભારતમાં કપાસ આંતરરાષ્ટ્રીય બજારમાં રસ્તો હોવાને કારણે આ દેશોની નિકાસ માગ વધી છે. ભારતમાંથી કપાસની આયાતની કિંમત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલથી પણ ઓછી છે. આ દેશોની માગ વધી શકે છે. 

કેટલી આવી રહી છે દેશમાં આવક
9 ફેબ્રુઆરી    1.69 લાખ ગાંસડી
10 ફેબ્રુઆરી    1.49 લાખ ગાંસડી
11 ફેબ્રુઆરી    93 હજાર ગાંસડી
12 ફેબ્રુઆરી    1.47 લાખ ગાંસડી
13 ફેબ્રુઆરી    1.44 લાખ ગાંસડી
14 ફેબ્રુઆરી    1.37 લાખ ગાંસડી
15 ફેબ્રુઆરી    1.34 લાખ ગાંસડી
16 ફેબ્રુઆરી    1.26  ગાંસડી

ભારતીય કપાસ હાલમાં વિશ્વ બજારમાં સૌથી સસ્તો છે. એટલે કપાસની નિકાસ માંગ ઉંચકાઈ રહી છે. ખરીદદારી પણ તેજ છે. માર્ચના અંત સુધીમાં આવત 70થી 80 હજાર ગાંસડીની આસપાસ રહી શકે છે. એ સમયે ભાવમાં તેજી આવી શકે છે. 
ડિમાન્ડ અને સપ્લાય જોતા આગામી દિવસોમાં સારી ક્વોલિટીના કપાસના ભાવમાં 10 ટકાનો વધારો થઈ શકે છે. લાંબાગાળાની તેજીમાં જોઈએ તો આ વધારો 15 ટકાની આસપાસ રહી શકે છે. આ જ મહિનામાં રૂના ભાવ 8000એ પહોંચી ચૂકયા છે. એટલે ખેડૂતોએ એક સાથે રૂનું વેચાણ કરવાને બદલે બેથી 3 તબકકામાં રૂનું વેચાણ કરવાનું જરૂર છે. 

એમએસપી કરતાં ઊંચો ભાવ
સરકારે 2023-24 માટે મધ્યમ ફાઇબર કપાસની MSP 6080 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 6620 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી છે. જ્યારે લોંગ ફાઈબર વેરાયટીની એમએસપી 6380 રૂપિયાથી વધારીને 7020 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. ખેડૂતોને આશા છે કે આ વર્ષે ભાવ 8000 રૂપિયાની ઉપર જઈ શકે છે.આગામી દિવસોમાં કપાસના ભાવ વધી શકે છે. કારણ કે તેનો પાક ઓછો થવાની ધારણા છે. ભારત સહિત ઘણા દેશોમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે. તેના સૌથી મોટા ઉત્પાદક મહારાષ્ટ્રમાં તેની કિંમત 7200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી ગઈ છે. જે MSP કરતા વધુ છે. રાજ્યની કેટલીક મંડીઓમાં ભાવમાં ઝડપથી વધારો થયો છે જ્યારે કેટલીકમાં તે MSP કરતા ઓછો છે. 

કપાસનું ઉત્પાદન 295.10 લાખ ગાંસડી
કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (CAI) એ તેના પ્રથમ પાક અંદાજમાં જણાવ્યું છે કે 2023-24માં કપાસનું ઉત્પાદન 295.10 લાખ ગાંસડી રહેશે. જે છેલ્લા 15 વર્ષમાં સૌથી ઓછું છે. એક ગાંસડીનું વજન 170 કિલો ગણાય છે. 2023-24 માટેનો અંદાજ ગયા વર્ષના 318.90 લાખ ગાંસડી કરતાં 7.5 ટકા ઓછો અંદાજ છે. આ અંદાજ બાદ ભાવ વધવાની શક્યતા છે. ઉત્પાદનમાં ઘટાડો અલ નીનોની અસર અને કપાસના વિસ્તારમાં 5.5 ટકાના ઘટાડાને આભારી છે.

જ્યાં ઉત્પાદન ઘટ્યું છે ત્યાં ભાવ વધશે
CAIએ ગયા વર્ષની સરખામણીમાં ઉત્તરીય પ્રદેશમાં 43 લાખ ગાંસડીનો પાક થવાનો અંદાજ મૂક્યો છે. આ પ્રદેશમાં રાજસ્થાન, હરિયાણા અને પંજાબ આવે છે. મધ્ય પ્રદેશમાં ઉત્પાદન 179.60 લાખ ગાંસડી હોવાના અહેવાલ છે, જે ગયા વર્ષના 194.62 લાખ ગાંસડી કરતાં ઓછું છે. આ પ્રદેશમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આવે છે. જ્યારે દક્ષિણ ક્ષેત્રમાં ઉત્પાદન ગયા વર્ષના 74.85 લાખ ગાંસડીથી ઘટીને 67.50 લાખ ગાંસડી થઈ ગયું છે. આ પ્રદેશમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ આવે છે. તમામ મુખ્ય ક્ષેત્રોમાં ઉત્પાદનમાં અપેક્ષિત ઘટાડાને કારણે કિંમતોમાં વધારો થવાની શક્યતા છે. ગુજરાતમાં મોટાપાયે કપાસની વાવણી થાય છે. ખરીફ સિઝનમાં કપાસ એ ગુજરાતનો મુખ્ય પાક છે. જેમને સ્ટોક કર્યો છે. એમને હાલમાં ફાયદો થઈ રહ્યો છે.

Disclaimer : બજારના ભાવ, આવક-જાવક અને નિકાસના પરીબળોને આધારે આ અંદોજા અપાયા છે. ખેડૂતોએ બજાર જોઈને રૂના વેચાણનો નિર્ણય કરવો જોઈએ, ZEE24 kalakએ ફક્ત સાર્વજનિક વિગતોને આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news