20 એપ્રિલ અને અમાસના દિવસે સર્જાશે ખાસ સંયોગ, આ દિવસે ભુલથી પણ ન કરતાં આ કામ

Surya Grahan 2023: આ વર્ષે 20 એપ્રિલ અને ગુરૂવારના દિવસે અમાસની તિથિ છે. આ દિવસે સૂર્યગ્રહણ પણ થશે. સાથે જ અમાસ પર સર્વાર્થ સિધ્ધ યોગ અને પ્રીતિ યોગ સર્જાઇ રહ્યો છે. આ દિવસે શનિ જયંતિ પણ ઉજવવામાં આવશે. 

20 એપ્રિલ અને અમાસના દિવસે સર્જાશે ખાસ સંયોગ, આ દિવસે ભુલથી પણ ન કરતાં આ કામ

Surya Grahan 2023: હિન્દુ ધર્મમાં પૂનમ અને અમાસનું ખૂબ જ મહત્વ હોય છે. અમાસને લઈને ઘણી બધી માન્યતાઓ પણ જોડાયેલી છે. અમાસ નો દિવસ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ખાસ દિવસ માનવામાં આવે છે. આ દિવસે પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન વગેરે કરવામાં આવે છે. વૈશાખ મહિનાની અમાસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેમાં પણ આ વર્ષે અમાસના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ હશે.

આ વર્ષે 20 એપ્રિલ અને ગુરૂવારના દિવસે અમાસની તિથિ છે. આ દિવસે સૂર્યગ્રહણ પણ થશે. સાથે જ અમાસ પર સર્વાર્થ સિધ્ધ યોગ અને પ્રીતિ યોગ સર્જાઇ રહ્યો છે. આ દિવસે શનિ જયંતિ પણ ઉજવવામાં આવશે. જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં તેથી સૂતકનો પ્રભાવ પણ રહેશે નહીં 

આ પણ વાંચો:

અમાસના દિવસે ન કરો આ કામ

આ અમાસ પર માંગલિક કાર્યો માટેની ખરીદારી કરવી નહીં. જો કોઈ નવું કામ શરૂ કરવાનું હોય તો તેને પણ ટાળવું. આ દિવસે શનિ જયંતી પણ છે તેથી આ દિવસે અડદ કે તેનાથી બનેલી કોઈ વસ્તુનું સેવન ન કરવું. આમ કરવાથી શનિદેવની પૂજા કર્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે.

અમાસ પર કરો આ ઉપાય

- અમાસના દિવસે સ્નાન કરવાના પાણીમાં તલ ઉમેરીને સ્નાન કરવું જોઈએ તેનાથી શનિદોષથી મુક્તિ મળે છે   

- આ દિવસે પિતૃઓ નિમિત્તે શ્રાદ્ધ અને પિંડદાન તેમજ અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃદોષથી મુક્તિ મળે છે.

- જો કોઈ વ્યક્તિની જન્મકુંડળીમાં કાલ સર્પ દોષ હોય તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. તેના માટે શિવલિંગનો અભિષેક કરી શિવ મંત્રોનો જાપ કરવો જોઈએ. 

- આ દિવસે સવારે જલ્દી સ્નાન કરીને પીપળા તેમજ વડના વૃક્ષમાં પાણી ચડાવવું. અને સાંજના સમયે દેશી ઘીનો દીવો કરવો આમ કરવાથી શનિના અશુભ પ્રભાવ દૂર થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news