Happy Relationship: સંબંધને સફળ અને સુખી બનાવવાનું મળી ગયું સીક્રેટ, જાણી લો તમે પણ આ ટ્રીક

Happy Relationship: સંબંધો આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ હોય છે. સંબંધ પરિવાર સાથે કોઈ મિત્રો સાથે હોય કે પ્રેમનો સંબંધ દરેક વ્યક્તિ ઈચ્છા છે કે તેના સંબંધ ખુશહાલ અને મજબૂત રહે. પરંતુ પ્રશ્ન એ છે કે સંબંધોને ખુશહાલ અને મજબૂત કરવા શું કરવું? 

Happy Relationship: સંબંધને સફળ અને સુખી બનાવવાનું મળી ગયું સીક્રેટ, જાણી લો તમે પણ આ ટ્રીક

Happy Relationship: સંબંધો આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ હોય છે. સંબંધ પરિવાર સાથે કોઈ મિત્રો સાથે હોય કે પ્રેમનો સંબંધ દરેક વ્યક્તિ ઈચ્છા છે કે તેના સંબંધ ખુશહાલ અને મજબૂત રહે. પરંતુ પ્રશ્ન એ છે કે સંબંધોને ખુશહાલ અને મજબૂત કરવા શું કરવું? જો તમે પણ આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છો તો આજે તમને એક રિસર્ચમાં પ્રકાશિત થયેલી જાણકારી વિશે જણાવીએ. આ મુદ્દા પર એક રિસર્ચ કરવામાં આવી હતી અને તેના પરિણામમાં જે જાણવા મળ્યું આજે તમને જણાવીએ. 

આ શોધમાં સામાજિક વૈજ્ઞાનિકોએ એ વાતની તપાસ કરી કે સંબંધોમાં બે પ્રકારના ઇન્ટરપર્સનલ નોલેજ લોકોને સંબંધ વિશે કેવું અનુભવ કરાવે છે.? પહેલું નોલેજ એ વાત પર કેન્દ્રીત હતું કે કોઈ વ્યક્તિ પોતાના પાર્ટનરને કેટલી સારી રીતે જાણે છે. એટલે કે તેની પર્સનાલિટી, તેના જીવનના નિર્ણય, તેનું બેકગ્રાઉન્ડ વગેરે. અને બીજું એ હતું કે કોઈ વ્યક્તિ એ કેટલું માને છે કે તેનો પાર્ટનર તેની પસંદ નાપસંદ, ઈચ્છા અને સપનાને કેટલી સારી રીતે સમજે છે.,...

આ બંને વસ્તુ સંબંધો માટે મહત્વપૂર્ણ છે. પરંતુ આ રિસર્ચ વડે વૈજ્ઞાનિકો જાણવા ઇચ્છતા હતા કે વધારે મહત્વ કઈ વાતને આપવું જોઈએ જેનાથી સંબંધો વધારે સંતુષ્ટ અને ખુશહાલ રહે. ખુશહાલ સંબંધની ઓળખ શું છે. પાર્ટનરને તમે કેટલી સારી રીતે ઓળખો છો એ કે તમારું પાર્ટનર તમને કેટલું સમજે છે એ ? 

અધ્યયનનું નિષ્કર્ષ એ આવ્યું કે મોટાભાગના લોકો પોતાના સંબંધોથી ત્યારે ખુશ અને સંતુષ્ટ અનુભવ કરે છે જ્યારે તેમને વિશ્વાસ થાય છે કે તેમનો પાર્ટનર તેને સારી રીતે સમજે છે. કારણ કે મોટાભાગના લોકો પોતાના વિશે વાત કરવાને પસંદ કરે છે. તેઓ પોતાને સાંભળવામાં આવે અને સમજવામાં આવે તેવું ઈચ્છે છે. સંબંધ મજબૂત બને તે માટે બંને પાર્ટનરને એ વાતની અનુભૂતિ હોવી જોઈએ કે તેનો પાર્ટનર તેને ખરેખર સમજે છે. 

આ નિયમ ફક્ત રોમેન્ટિક સંબંધો પર જ નહીં પરંતુ મિત્રતા સહકર્મિયો અને પરિવાર પર પણ લાગુ પડે છે. દાખલા તરીકે કોઈ મિત્રને તેના પરિવાર વિશે પૂછવું કોઈ સહકારની મુશ્કેલીમાં હોય તો તેની મદદ કરવી અને તેમને અનુભવ કરાવવું કે તમે તેની સમસ્યાને સમજો છો. જેની સાથે તમે આવું કરો છો તેની સાથે તમારી મિત્રતા પણ મજબૂત બને છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news