Sarkari Bank એ પોતાના ગ્રાહકોને આપ્યો ઝટકો, મોંઘી કરી દીધી લોન, જાણો કેટલું ભરવું પડશે વ્યાજ

Home Loan nterest rates: બેંકે MCLR માં 5 બેસિસ પોઇન્ટ કે 0.05% નો વધારો કર્યો છે. આ વધારો 1 મહિનાના સમયગાળાની લોનને છોડીને તમામ ટેન્યોર પર કરવામાં આવ્યો છે. હવે બેંક તરફથી મેક્સિમમ લેડિંગ રેટ 8.85% થઇ ગઇ છે. 

Sarkari Bank એ પોતાના ગ્રાહકોને આપ્યો ઝટકો, મોંઘી કરી દીધી લોન, જાણો કેટલું ભરવું પડશે વ્યાજ

Bank of Baroda: સરકારી બેંક Bank of Barada એ પોતાના ગ્રાહકોને હોમ લોન પર આંચકો આપ્યો છે. બેંકે 10 એપ્રિલથી પોતાના MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત દર વધારી દીધા છે. બેંકે MCLR માં 5 બેસિસ પોઇન્ટ એટલે કે 0.05% નો વધારો કર્યો છે. આ વધારો 1 મહિનાના સમયગાળાના લોનને છોડીને તમામ ટેન્યોર પર કરવામાં આવ્યો છે. હવે બેંક તરફથી મેક્સિમમ લેડિંગ રેટ 8.85% થઇ ગઇ છે. 

કેટલા વધ્યા વ્યાજ દર? 
બેંકે રાતોરાત લેડિંગ રેટને 8.05% થી વધારીને 8.10% કર્યો છે. ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષના કાર્યકાળમાં પણ 5 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. ત્રણ મહિનાના કાર્યકાળ પર 8.40% થી વધીને 8.45%, છ મહિનાના કાર્યકાળ પર 8.60% થી વધીને 8.65%; અને 1 વર્ષના કાર્યકાળ પર દર 8.80% થી વધારીને 8.85% કરવામાં આવ્યો છે. એક મહિનાના કાર્યકાળ પરનો દર 8.30% પર યથાવત રાખવામાં આવ્યો છે.

ક્યારથી લાગૂ થશે નવા વ્યાજ દર? 
આ વ્યાજ દર 12 12 એપ્રિલ 2024 થી લાગૂ થશે. તમને જણાવી દઈએ કે આ પહેલા બેંકે જાન્યુઆરીમાં પણ લોન મોંઘી કરી હતી. પછી 12 જાન્યુઆરી, 2024 થી, રાતોરાત, છ મહિના અને એક વર્ષના કાર્યકાળ પર MCLR 5 બેસિસ પોઈન્ટ અથવા 0.05% વધારવામાં કરવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news