Relationship Mistakes: ઝઘડા પછી પતિને આ 4 વાતો સંભળાવવી એટલે સળગતામાં પેટ્રોલ છાંટવું.. ક્યારેય ન કરો આ ભુલ

Relationship Mistakes:પતિ પત્ની વચ્ચે જો ક્યારેય ઝઘડો થાય તો પત્નીએ પોતાના પતિને આ વાતો સંભળાવી નહીં. આ વાતો એવી છે જે તમારા સંબંધને ખરાબ કરી શકે છે. 

Relationship Mistakes: ઝઘડા પછી પતિને આ 4 વાતો સંભળાવવી એટલે સળગતામાં પેટ્રોલ છાંટવું.. ક્યારેય ન કરો આ ભુલ

Relationship Mistakes: લગ્ન પછી પતિ પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા તો નોર્મલ વાત છે. પરંતુ કેટલાક કપલ વચ્ચે નાનકડી વાતમાંથી પણ એટલી મોટી લડાઈ થઈ જાય કે જીવનભરનો સાથ પણ તૂટી જાય છે. આવું એટલા માટે થાય છે કે ક્રોધ અને આવેશમાં કેટલીક ભૂલ કરવામાં આવે. સામાન્ય રીતે પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય તો થોડા દિવસમાં સમાધાન પણ થઈ જાય છે. અને કેટલાક કપલ ઝઘડા પછી અલગ થઈ જતા હોય છે. ત્યાર પછી ઝઘડાનું કારણ જાણવામાં આવે તો અફસોસ પણ થાય કે આ વાતમાં એટલું મોટું શું છે? પરંતુ ઝઘડાના કારણમાં કોઈ મોટી વાત હોતી નથી ઝઘડા દરમિયાન જો કેટલીક બાબતો પતિને સંભળાવવામાં આવે તો વાત વધી જતા વાર નથી લાગતી. 

આજે તમને આવી જ મહત્વની વાત વિશે જણાવીએ. પતિ પત્ની વચ્ચે જો ક્યારેય ઝઘડો થાય તો પત્નીએ પોતાના પતિને આ વાતો સંભળાવી નહીં. આ વાતો એવી છે જે તમારા સંબંધને ખરાબ કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ કે ઝઘડા પછી કે ઝઘડા દરમિયાન પત્નીએ પતિને કઈ કઈ વાતો ન કહેવી જોઈએ. 

જૂની ભૂલ 

ઘણી મહિલાઓને એવી આદત હોય છે કે જ્યારે પણ ઝઘડો થાય તો તે પતિની જૂની ભૂલ ગણવા લાગે છે અને તેને સંભળાવવા લાગે છે. જો તમે વારેવારે ભૂતકાળની ભૂલોને લઈને પતિને સંભળાવશો તો વાત વધતી જ જશે અને પતિના મનમાં તમારા માટેનો પ્રેમ પણ ઓછો થઈ જશે. જૂની વાતો સંભળાવીને તમે આગમાં ઘી નાખવાનું કામ કરશો તેથી આ ભૂલ કરવી નહીં. 

તુરંત ડેમેજ કંટ્રોલ 

ઘણી વખત ઝઘડાને લઈને પત્નીના મનમાં અફસોસ જાગે છે અને ઝઘડા પછી તુરંત જ તે ડેમેજ કંટ્રોલ એટલે કે ઝઘડો પૂરો કરવાની ઉતાવળ કરી બેસે છે. આવી ભૂલ પણ ભારે પડી શકે છે. ઝગડાના કારણે પતિ જો ગુસ્સામાં હોય તો તે સમયે તેને ગમે એટલું સમજાવશો તેનો ગુસ્સો વધતો જ જાશે. તેથી ઝઘડો થઈ ગયા પછી તુરંત જ પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન ન કરો. વાતાવરણને ઠંડું થવા દો. 

ખોટો દેખાડો ન કરો 

ઘણી મહિલાઓ સમાધાન થઈ જાય તે માટે પોતાના મનમાં કાંઈ નથી તેવો ખોટો દેખાડો કરે છે. પરંતુ હકીકતમાં તો વાતો મનમાં ભરી રાખી હોય છે. આવું કરશો તો થોડા જ દિવસમાં સ્થિતિ ફરીથી બગડશે. કારણ કે ફેક ઈમોશનને લાંબો સમય છુપાવી શકાતા નથી. તેથી ક્યારે દેખાડો કરવો નહીં. જે તમારા મનમાં છે તે જ દેખાડો. જો તમે મનથી માનો છો કે ભૂલ તમારી હતી તો માફી માંગવામાં પણ શરમ ન રાખવી. 

પતિના પરિવાર પર કોમેન્ટ  

ઘણા પતિ પત્ની એવા હોય છે કે જે ઝઘડે તો એકબીજાના પરિવારના લોકો વિશે પણ ખરાબ વાતો કરવા લાગે છે. ખાસ તો પત્ની આવું કરતી હોય છે. ઝઘડો થાય એટલે પોતાના પતિના પરિવારના લોકો પર પણ કોમેન્ટ કરવા લાગે છે. જો તમે આવી શરૂઆત કરશો તો પિયરના લોકો માટે પણ ખરાબ શબ્દો સાંભળવાની તૈયારી રાખવી પડશે. અને એક વખત વાત અહીંયા સુધી પહોંચી ગઈ તો પછી ઝઘડો વધી જતા પણ વાર નહીં લાગે. તેથી ક્યારે પતિને આ બાબતે સંભળાવવાની શરૂઆત કરવી નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news