Jockey Underwear પહેરતા હશો કે નહી, પરંતુ આજે ખુશ જરૂર થશો, ₹35,650 નો શેર, 120 રૂપિયાનું બોનસ

Page Industries share price: આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં તમે બનિયાન બનાવવાની કહાની તો જોઇ જ હશે. ભારતમાં ગરમીની સીઝનમાં અંડરવિયર અને બનિયાનની જરૂરિયાત ખૂબ વધુ હોય છે. એવામાં આ કેટેગરીની સૌથી મોટી બ્રાંડમાંથી એકને બનાવનાર કંપનીએ આ વર્ષે ભરપૂર કમાણી કરી છે. તેણે પોતાના શેર પર ગ્રાહકોને 120 રૂપિયાનું ડિવિડેન્ડ બોનસ આપ્યું છે. 

Jockey Underwear પહેરતા હશો કે નહી, પરંતુ આજે ખુશ જરૂર થશો, ₹35,650 નો શેર, 120 રૂપિયાનું બોનસ

Jockey Underwear: ભારતમાં ગરમી ખૂબ વધુ પડે છે. એટલા માટે અહીં અંડરવિયર અને બનિયાનની ખૂબ ડિમાન્ડ પણ છે. દેશમાં અંડરગારમેન્ટ્સની ઘણી બ્રાંડ છે અને તેમાંથી એક ખૂબ જ પોપુલર બ્રાંડની માલિક કંપનીએ પોતાના શેર હોલ્ડર્સને દર શેર પર 120 રૂપિયાનું બોનસ ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. જોકે આ કંપનીના એક શેરની વેલ્યૂ પણ 35,650 રૂપિયા છે. 

અહીં વાત થઇ રહી છે પેજ ઇડસ્ટ્રીઝની જે ભારતમાં 'જોકી' બ્રાંડના અંડરગારમેન્ટ્સ બનાવનાર એકમાત્ર ઓનર છે. કંપનીએ તાજેતરમાં જ પોતાના નાણાકીય વર્ષ 2023-24 ના ચોથા ત્રિમાસિકના પરિણામોની જાહેરાત કરી છે. તેના અંતગર્ત તેણે દરેક શેર પર 120 રૂપિયાનું ડિવિડેન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. 

જોકી અને પેજ ઇંડસ્ટ્રીઝનો સંબંધ
ભારતમાં જોકી અંડરવિયરનો ખૂબ ક્રેજ છે. ભારતમાં પેજ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ તેને બનાવે છે. આ કંપનીની શરૂઆત 1994 માં થઇ હતી. આ કંપની ભારત સહિત શ્રીલંકા, બાંગ્લાદેશ સહિત ઘણા દેશોમાં જોકીનું ડિસ્ટ્રીબ્યૂશન કરે છે. જોકી અંડરવિયર પાસે દેશભરમાં 200થી વધુ ડિસ્ટ્રીબ્યૂટર છે. તો બીજી તરફ 25,000 થી વધુ રિટેલર્સ છે. લિસ્ટિંગ બાદ શરૂઆતના દિવસોમાં કંપનીએ પ્રથમ ડિવિડેન્ડ 6 રૂપિયા પ્રતિ શેર આપ્યું હતું. આજે તેનું ડિવિડેન્ડ વધીને 120 રૂપિયા થઇ ગયું છે. 

નાણાકીય વર્ષ  2023-24 ની ચોથી તિમાહી (જાન્યુઆરી-માર્ચ 2024) માં કંપનીનો નેટ પ્રોફિટ 108.2 કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે કંપનીની ટોટલ રેવેન્યૂ 3.2 ટકા વધીને 995.3 કરોડ રૂપિયા થઇ ગયા છે. 

ક્યારે થશે ડિવિડેન્ડનું પેમેન્ટ? 
પેજ ઇંડસ્ટ્રીઝે ડિવિડેન્ડ માટે રેકોર્ડ ડેટ 31 મે નક્કી કરી છે. તો બીજી તરફ પેમેન્ટ 22 જૂને થશે. આ પહેલીવાર છે જ્યારે પેજ ઇન્ડસ્ટ્રીઝે તેના શેરધારકોને આટલું મોટું ડિવિડન્ડ આપ્યું છે. આ પહેલા પેજ ઈન્ડસ્ટ્રીઝ 2007થી અત્યાર સુધીમાં 65 વખત ડિવિડન્ડ ચૂકવી ચૂકી છે. ફેબ્રુઆરી 2024માં પેજ ઈન્ડસ્ટ્રીઝે 100 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news