Relationship Tips: આ 3 રીતે પાર્ટનર સાથે બનાવો સ્ટ્રોંગ બોંડ, પાર્ટનરને વધી જશે ઈંટિમસીમાં ઈંસ્ટ્રેસ્ટ
Improve Intimacy: આજે તમને 3 એવી મહત્વની વાતો વિશે જણાવીએ જે તમારા સંબંધોમાં ઈંટિમસીનું સ્તર વધારવામાં મદદગાર સાબિત થશે. આ 3 ટીપ્સ તમારા લગ્નજીવનમાં રોમાંચ અને રોમાંસ વધારનાર સાબિત થશે.
Trending Photos
Improve Intimacy: સંબંધોમાં જ્યારે પ્રેમ ન રહે અથવા તો બેમાંથી કોઈ એક વ્યક્તિની લાગણી ઓછી પડવા લાગે તો લગ્નજીવનમાં પહેલા જેવો રોમાન્સ અને રોમાન્સ રહેતો નથી. આ સ્થિતિ વધારે ખતરનાક એટલે હોય છે કે એક વ્યક્તિના મનમાં લાગણી ભરપૂર હોય છે અને બીજા વ્યક્તિને રસ રહેતો નથી. આ સ્થિતિમાં પતિ-પત્ની વચ્ચે સમસ્યાઓ વધી શકે છે. જો લગ્નના થોડા વર્ષો પછી પાર્ટનરને ઇન્ટીમસીમાં રસ ન રહે તો સંબંધો ખરાબ થવા લાગે છે. પરંતુ તેની સામે લાંબા સમય સુધી સુખી અને સ્વસ્થ લગ્ન જીવન જીવવું હોય તો ઇન્ટીમસી જળવાઈ રહે તે બાબતે ધ્યાન રાખવું જોઈએ.
પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધોની સાથે શારીરિક સંબંધો પણ જરૂરી છે. પોતાના સાથી સાથે ઇન્ટીમસી સારી હોય તો તેનાથી ઘણા બધા ફાયદા થાય છે. પરંતુ લગ્નના થોડા વર્ષ પછી જો તમારા પાર્ટનરને ઈન્ટમસીમાં ઇન્ટરેસ્ટ ન રહ્યો હોય તો તમે આ ત્રણ ટિપ્સને ફોલો કરીને લગ્ન જીવનમાં ઇન્ટીમસી વધારી શકો છો.
સ્નેહપૂર્ણ સ્પર્શ
જો તમારા અને તમારા સાથી વચ્ચે શારીરિક સંબંધો ઓછા થઈ રહ્યા છે તો પાર્ટનરનો રસ જગાડવા માટે સ્નેહ પૂર્ણ સ્પર્શ વધારો. એટલે કે તમારા પ્રેમને અલગ અલગ રીતે વ્યક્ત કરો. દિવસ દરમિયાન થોડો સમય એકબીજાની સાથે પસાર કરો, હાથ પકડવો, ગળે લગાડવું સહિતની સ્પર્શની ભાષાથી પ્રેમ વ્યક્ત કરો. તેનાથી ધીરે ધીરે તમારા પાર્ટનરને પણ પ્રેમનો અનુભવ થવા લાગશે.
વાતચીત કરો
સંબંધોમાં કનેક્શન જળવાઈ રહે તે માટે વાતચીત જરૂરી છે. દિવસ દરમિયાન કામમાંથી સમય મળે ત્યારે પોતાના પાર્ટનરને મેસેજ કરીને તેની સાથે વાતચીત કરો. સાથે બેસીને વાત કરતી વખતે પણ આંખમાં આંખ પરોવી વાતચીત કરો. થોડા દિવસે એકબીજા સાથે ડેટ પર જવાનું રાખો. આમ કરવાથી પણ ઈન્ટીમસીનું સ્તર વધવા લાગશે.
નબળા બનો
જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો તેની પાસે નબળું બનવામાં કોઈ જ વાંધો નથી. તમારા પાર્ટનર સામે એ વાતને વ્યક્ત કરો કે તમને તેની જરૂર છે. સંબંધોમાં કોઈ વાતને લઈને અકડ રાખવી નહીં. તમને તમારા પાર્ટનરની કેટલી જરૂર છે તે વાત ખુલીને વ્યક્ત કરવાથી ઇન્ટીમસી વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે