ચાણક્ય નીતિ: ભાગ્યશાળી હોય છે આવી મહિલાઓ, જો પત્ની બનીને ઘરમાં આવે તો ભાગ્ય ચમકી જશે

Chanakya niti: ભારતનો ઈતિહાસ જોઈએ તો આચાર્ય ચાણક્ય ખુબ જ જ્ઞાની હતા. જેમની નીતિઓ જોઈએ તો આજે પણ તે એટલી જ પ્રસિદ્ધ છે. વિવાહની વાત કરીએ તો જીવનસાથીની પસંદગી ખુબ જ સમજી વિચારીને કરવી જોઈએ. જાણો આ મુદ્દે આચાર્ય ચાણક્યની નીતિ શું કહે છે...

ચાણક્ય નીતિ: ભાગ્યશાળી હોય છે આવી મહિલાઓ, જો પત્ની બનીને ઘરમાં આવે તો ભાગ્ય ચમકી જશે

ચાણક્ય કૌટિલ્ય અને વિષ્ણુગુપ્તના નામે પણ ઓળખાય છે. ભારતના ઈતિહાસ મુજબ તેઓ ખુબ જ જ્ઞાની હતા અને તેમની નીતિઓ આજે પણ એટલી જ પ્રસિદ્ધ છે. જીવનમાં યોગ્ય જીવનસાથીની પસંદગી કરવી ખુબ જરૂરી હોય છે. ચાણક્ય નીતિ મુજબ વિવાહ યોગ્ય સ્ત્રી કેવી હોવી જોઈએ તેની વ્યાખ્યા કરાઈ છે. આવી સ્ત્રીઓ પતિ અને પરિવાર માટે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી મહિલાઓના પગ ઘરમાં પડે તો જીવનમાં ખુશીઓ અને સૌભાગ્ય છવાઈ જાય છે. 

ધાર્મિક સ્ત્રી
ધર્મ અને કર્મમાં રૂચિ ધરાવતી સ્ત્રી પરિવારમાં સુખ અને શાંતિ જાળવી રાખવામાં કૌશલવાળી ગણાય છે. એવું માનવામાં આવે છે કે ધર્મ કર્મ કરનારા વ્યક્તિ ખરાબ કામથી ડરે છે. જે સ્ત્રી પોતાના ધર્મનું પાલન કરે છે તે જીવનમાં દરેક પરિસ્થિતિમાં સફળતા મેળવી શકે છે. જ્યારે વિધિવિધાનથી પૂજાપાઠ કરવાથી ઘરમાં સૌભાગ્ય જળવાઈ રહે છે. 

સંસ્કારી સ્ત્રી
બહારની સુંદરતાની સાથે સાથે આંતરિક સુંદરતા પણ જરૂરી છે. સંસ્કારોથી તમારી રહેણીકરણી ખબર પડે છે. જ્યારે એક સંસ્કારી કે મર્યાદાવાળી સ્ત્રી હંમેશા પોતાનાથી મોટા લોકોનું સન્માન કરે છે  અને તેમનો ખ્યાલ પણ રાખે છે. 

સાથ નિભાવનારી સ્ત્રી
ચાણક્યના જણાવ્યાં મુજબ એવી સ્ત્રી જે દરેક પરિસ્થિતિમાં પોતાના ઘર પરિવાર અને પતિનો સાથ નિભાવે, તે જીવનને મધુર બનાવી શકે છે. પછી ભલે આર્થિક હોય, સામાજિક હોય કે કૌટુંબિક સ્થિતિ હોય. એક ગુણવાન સ્ત્રી પોતાના પરિવાર અને પતિનો સાથ કોઈ પણ કપરી પરિસ્થિતિમાં નિભાવે છે, સાથે સાથે સંતુલન પણ જાળવી રાખે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news