Relationship Tips: ઝઘડા પછી અબોલા તોડવા માટે બેસ્ટ છે આ 3 ટોપિક, પાર્ટનર બધું ભુલીને વાતચીત કરી દેશે શરુ

Relationship Tips: ઘણા કપલ એવા હોય છે જેમની વચ્ચે ઝઘડો થયા પછી અબોલા થઈ જાય છે. દિવસો સુધી પાર્ટનર એકબીજા સાથે વાત કરતા નથી. પછી જ્યારે ગુસ્સો ઉતરે છે તો મનમાં પ્રશ્ન આવે છે કે આટલા ઝઘડા અને અબોલા પછી વાતચીત ફરીથી શરૂ કેવી રીતે કરવી ?

Relationship Tips: ઝઘડા પછી અબોલા તોડવા માટે બેસ્ટ છે આ 3 ટોપિક, પાર્ટનર બધું ભુલીને વાતચીત કરી દેશે શરુ

Relationship Tips: રિલેશનશિપમાં બે વ્યક્તિ વચ્ચે વાતચીત થતી રહે તે જરૂરી છે. એકબીજા સાથે વાતચીત કરવાથી પ્રેમ અને વિશ્વાસ વધે છે. પરંતુ ઘણા કપલ એવા હોય છે જેમની વચ્ચે ઝઘડો થયા પછી અબોલા થઈ જાય છે. દિવસો સુધી પાર્ટનર એકબીજા સાથે વાત કરતા નથી. પછી જ્યારે ગુસ્સો ઉતરે છે તો મનમાં પ્રશ્ન આવે છે કે આટલા ઝઘડા અને અબોલા પછી વાતચીત ફરીથી શરૂ કેવી રીતે કરવી ? અબોલા પછી શું વાત કરવી તેને લઈને કન્ફ્યુઝન હોય છે. આવી સ્થિતિમાં ત્રણ એવા ટોપિક છે જેના વિશે તમે વાત શરૂ કરશો તો અબોલા તૂટી જશે અને સાથે જ સંબંધોમાં નવી એનર્જી આવી જશે. 

પરિવાર વિશે વાત કરો

જો તમારા પાર્ટનર સાથે તમારો ઝઘડો થયો છે અને દિવસો પછી તમે તેની સાથે વાતચીતની શરૂઆત કરવા માંગો છો તો તેના પરિવાર વિશે વાતચીત કરો. માતા-પિતા, ભાઈ બહેન કે અન્ય સંબંધીઓ વિશે વાત શરૂ કરશો તો અબોલા તૂટી પણ જશે અને સંબંધોમાં નવી એનર્જી આવશે. 

કન્ફેશન કરો

ઘણા કપલ એકબીજાથી કોઈને કોઈ વાત છુપાવતા હોય છે. પાર્ટનરથી કોઈ વાત છુપાવી હોય ત્યાર પછી પણ લોકો તેની સાથે વાતચીત કરવાનું ટાળતા હોય છે જેના કારણે સંબંધોમાં નિરસતા આવી જાય છે. જો તમે કોઈ વાત છુપાવી છે અને પછી તમે વાતચીત કરવાનું ટાળી રહ્યા છો તો તેનાથી સારું છે કે તમે પાર્ટનરની સામે જે પણ વાત હોય તે કન્ફેસ કરી લો. આમ કરવાથી પાર્ટનરને એ વાતનો ખ્યાલ પણ આવી જશે કે તમે શા માટે વાતચીત કરતા ન હતા અને સંબંધોમાં ઊભી થયેલી ગેરસમજ પણ દૂર થઈ જશે.

ફ્યુચર પ્લાન

તમે પોતાના પાર્ટનર સાથે ભવિષ્યના પ્લાનિંગની ચર્ચા પણ કરી શકો છો. તેની સાથે વાત કરો કે તમે બંને સાથે મળીને ભવિષ્યમાં કયો ગોલ પ્રાપ્ત કરવા માંગો છો... તમારું સપનું શું છે... આ બધી બાબતોના ડિસ્કશનથી સંબંધ મજબૂત પણ થશે અને વાતચીત કરવાનો નવો ટોપિક પણ મળશે. 

આ ઉપરાંત તમે પાર્ટનર સાથે તેના ઇન્ટરેસ્ટ અને શોખને લઈને વાત કરી શકો છો. તેના મિત્રો વિશે વાત કરો કે પછી તેનો શોખ વિશે ચર્ચા કરો. જો તમે આ ટોપિક પર વાતચીત કરશો તો અબોલા તૂટી પણ જશે અને સંબંધો મજબૂત પણ થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news