દાદીમાનો નુસ્ખો! રાતે સૂતા પહેલા ભૂલ્યા વગર નાભિમાં નાખો તેલના ટીપા, જુઓ પછી કમાલ
Benefits Of Oiling Belly Button: ભારતમાં સદીઓથી નાભિમાં તેલ લગાવવાનું ચલણ જોવા મળ્યું છે. જે આયુર્વેદનો એક ભાગ માનવામાં આવે છે. પરંતુ શું સાચે જ નાભિમાં તેલ લગાવવાથી ફાયદા થાય છે? જાણો આ પરંપરા પાછળ છૂપાયેલા સંભવિત લાભો વિશે...
પાચન ક્રિયામાં સુધાર
એવું માનવામાં આવે છે કે નાભિની આજુબાજુ માલિશ કરવાથી પાચન અગ્નિને તે મજબૂત બનાવે છે, જેનાથી પાચન અને પેટની ગડબડીથી રાહત મળે છે.
શરીરનું સંતુલન
યોગમાં નાભિને શરીરનું કેન્દ્ર ગણવામાં આવ્યું છે. એવું મનાય છે કે તેમાં તેલ લગાવવાથી શરીરની ઉર્જાનો પ્રવાહ (દોષો)માં સંતુલન જળવાઈ રહે છે.
ત્વચામાં નિખાર
કેટલાક તેલોમાં ફેટી એસિડ હોય છે. જે નાભિની આજુબાજુની ત્વચાને પોષણ આપીને રુક્ષપણું દૂર કરે છે.
સાંધાના દુખાવામાં રાહત
નાભિની આજુબાજુ માલિશ કરવાથી માંસપેશીઓને આરામ મળી શકે છે. જેનાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. જો કે ગંભીર પ્રકારના દુખાવા માટે ડોક્ટરની સલાહ જરૂરી છે.
શિશુઓને ગેસની સમસ્યા
શિશુઓમાં પેટ ફુલવું કે ગેસની સમસ્યા સામાન્ય હોય છે. પરંપરાગત રીતે એવું માનવામાં આવે છે કે નાભિમાં સરસવનું તેલ લગાવવાથી આરામ મળે છે. જો કે તેના પર કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી અને શિશુઓ પર કોઈ પણ પ્રકારનું તેલ લગાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરી છે.
તણાવ ઓછો કરવો
નાભિની આજુબાજુ કોમળ રીતે માલીશ કરવાથી તમને તણાવથી મુક્તિ મળી શકે છે. માલિશથી શરીરમાં બ્લડ ફ્લો સારો થાય છે જેનાથી શાંતિનો અનુભવ થાય છે.
Disclaimer:
પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.
Trending Photos