Yoga Day 2019 : પાણીની સપાટી પર વર્ષોથી યોગાસન કરી રહ્યો છે આ વ્યક્તિ

21 જુન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને લોકો જાત-જાતના યોગાસન કરીને લોકોનું ધ્યાન ખેંચતા હોય છે, પરંતુ અહીં અમે તમને જે વ્યક્તિની વાત કરવાના છીએ તેની તમે કલ્પના પણ કરી નહીં હોય. 
 

આગરાઃ તમને જ્યારે કોઈ એમ કહે કે એક વ્યક્તિ આરામથી પાણીની અંદર કલાકો સુધી બેસી રહેવાની કે ઊંઘી જવાની ક્ષમતા ધરાવે છે તો તમે એ વાતનો સ્વીકાર નહીં કરો. એટલું જ નહીં આ વ્યક્તિ પાણીના અંદર વિવિધ પ્રકારના યોગાસન અત્યંત આરામથી કરી જાણે છે. આગરા શહેરના એક વકીલ સાહેબ હરેશ ચતુર્વેદી છે, જે અત્યંત સરળતાપૂર્વક પાણીના અંદર વિવિધ પ્રકારના યોગાસનો કરી શકે છે. 

બે મહિનાનો સમય લાગ્યો

1/5
image

હરેશ ચતુર્વેદીએ પોતાના બળે જળયોગ કરવાની ક્ષમતા મેળવી છે. તેઓ પાણીની સપાટી પર આરામથી વિવિધ પ્રકારના યોગાસનો કરે છે. હરેશ ચતુર્વેદી ધાર્મિક વ્યક્તિત્વ ધરાવે છે અને આધ્યાત્મમાં પણ અતુટ શ્રદ્ધા ધરાવે છે. તેમને થયું કે પાણીમાં યોગ કેમ ન કરી શકાય. પછી તો તેમણે જાતે જ પાણીમાં વિવિધ યોગાસન કરવા માટેની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં થોડી તકલીફ પડી, પરંતુ બે મહિનામાં જ તેમણે પાણીના અંદર યોગાસનો કરવામાં નિપુણતા મેળવી લીધી હતી. 

દરરોજ બે કલાક કરે છે યોગાસન

2/5
image

હરેશ ચતુર્વેદી દરરોજ બે કલાક સુધી વિવિધ પ્રકારના યોગાસોનો કરીને પોતાના શરીરને તંદુરસ્ત રાખે છે. તેઓ પાણીમાં યોગ કરવાની કળા શીખી લીધા પછી હવે પાણીની સપાટી પર કલાકો સુધી પ્રાણાયામ, પદ્માસન, બ્રહ્માસન, તાડકાસન, ગરૂણાસનની મુદ્રામાં ઊભા રહે છે અને બેસીને પણ યોગાસન કરે છે. 

સતત 4 કલાક સુધી પાણીમાં યોગ કરવાની ક્ષમતા

3/5
image

હરેશ ચતુર્વેદી સતત 4 કલાક સુધી પાણીમાં યોગ કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે, આ એક તપસ્યા છે, જેને શીખવા માટે યોગ અને તરતા આવડવું અનિવાર્ય છે. તેમણે કહ્યું કે, પાણીમાં યોગાસન કરવાનું જોખમ પણ છે, પરંતુ ઈષ્ટદેવની કૃપાના કારણે તેઓ આમ કરી શકે છે. 

પાણીમાં યોગના છે અનેક ફાયદા

4/5
image

પાણીમાં યોગ કરવાના ઘણા બધા ફાયદા છે. તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. આ પ્રકારના યોગાસન વ્યક્તિને માનસિક રોગની સાથે-સાથે હૃદયરોગ અને ફેફસાનાં રોગોથી પણ દૂર રાખે છે. હરેશ ચતુર્વેદીએ આગરાની એક ખાનગી શાળાના સ્વિમિંગપુલમાં પોતાની આ વિશેષ રીતે સિદ્ધ કરેલી કળાનું પ્રદર્શન કર્યું હતું. 

સરકાર સાથે આપે તો ઓળખ મળી શકે

5/5
image

યોગ ગુરુ હરેશનું હવે માત્ર એક જસપનું છે કે, તેઓ પોતે જાતે મેળવેલી આ કળાને લોકોને પણ શીખવાડે. જેના માટે તેમને સરકારનો સાથ જરૂરી છે. તેઓ કહે છે કે, ઋષિમુનીઓની આ પરંપરાને આગળ વધારવા માટે નાણાકિય સહાયની જરૂર છે, જેથી રાષ્ટ્રીય સ્તરે લોકો જળયોગ વિશે જાણી શકે.