Year Ender 2023: દેશના 10 અમીર લોકો, અંબાણી-અદાણી સિવાય આ લોકો પણ છે સામેલ

Top 10 Richest Person of India: ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. એવામાં દેશના સૌથી ધનિક વ્યક્તિઓની સંપત્તિમાં પણ વધારો થઈ રહ્યો છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી દેશની 10 સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં મુકેશ અંબાણી ટોચ પર છે. તેમની પાસે એશિયામાં પણ સૌથી વધુ સંપત્તિ છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી 2023ની અબજોપતિઓની યાદીમાં ગત વર્ષે 166 ના મુકાબલે આ વખતે 169 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ ફોર્બ્સની રીયલ-ટાઇમ બિલિયોનેર્સની યાદીમાં દેશના ટોચના 10 અબજોપતિઓ વિશે-

1/10
image

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 94 અબજ ડોલર છે. અંબાણીની સંપત્તિનો મોટો હિસ્સો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાંથી આવે છે. વૈશ્વિક રેન્કિંગમાં તેમનો નંબર 15મો છે.

2/10
image

ગૌતમ અદાણી અદાણી ગ્રુપના ચેરમેન અને એમડી છે. તેઓ દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 72 અબજ ડોલર છે. અદાણીની સંપત્તિનો મોટો હિસ્સો અદાણી ગ્રુપના શેરમાંથી આવે છે અને તેનું વૈશ્વિક રેન્કિંગ 16મો છે.

3/10
image

HCL ટેક્નોલોજીના ચેરમેન અને એમડી શિવ નાદર દેશના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 29.3 અબજ ડોલર છે. વૈશ્વિક રેન્કિંગમાં 46મું સ્થાન ધરાવતા નાદરની સંપત્તિનો મોટો હિસ્સો HCL ટેક્નોલોજીસના શેરમાંથી આવે છે.

4/10
image

જિંદાલ ગ્રુપના ચેરમેન સાવિત્રી જિંદાલ દેશની સૌથી અમીર મહિલા છે. દેશના સૌથી ધનિક લોકોની યાદીમાં તેઓ ચોથા સ્થાને છે અને વૈશ્વિક રેન્કિંગમાં 51મા સ્થાને છે. તેમની પાસે કુલ 29 અબજ ડોલરની સંપત્તિ છે. જિંદાલની સંપત્તિનો મોટો હિસ્સો જિંદાલ ગ્રુપના શેરમાંથી આવે છે.

5/10
image

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સાયરસ પૂનાવાલા દેશના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પાસે કુલ 22.1 અબજ ડોલરની સંપત્તિ છે. પૂનાવાલાની સંપત્તિનો મોટો હિસ્સો સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સ્ટોકમાંથી આવે છે. સંપત્તિના મામલામાં તેઓ વિશ્વમાં 79મા સ્થાને છે.

6/10
image

ડીએચએફએલના ચેરમેન અને એમડી દિલીપ સંઘવી દેશના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 20 અરબ ડોલર છે અને દુનિયાભરમાં તેમનો નંબર 89મો છે. 

7/10
image

કુમાર મંગલમ બિરલા વિશ્વમાં 96મા ક્રમે છે. બિરલા ગ્રુપના ચેરમેન દેશના સાતમા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 18.7 અબજ ડોલર છે. બિરલા ગ્રુપ ખાણકામ, સ્ટીલ, પાવર અને નાણાકીય સેવાઓમાં કામ કરે છે.

8/10
image

AFC ઈન્ડિયાના ચેરમેન રાધાકૃષ્ણ દામાણી દેશના આઠમા સૌથી ધનિક વ્યક્તિ છે. 18 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે તે વિશ્વમાં 100મા ક્રમે છે. દામાણીની સંપત્તિનો મોટો હિસ્સો એએફસી ઈન્ડિયા, એક રોકાણ કંપનીના શેરમાંથી આવે છે.

9/10
image

આર્સેલર મિત્તલના ચેરમેન અને એમડી લક્ષ્મી મિત્તલ ભારતના નવમા સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 16.5 અરબ ડોલર છે. દુનિયાભરના અરબ્પતિઓની યાદીમાં તેમનો નંબર 107 મો છે. 

10/10
image

ડીએલએફ લિમિટેડના કુશલ પાલ સિંહ (Kushal Pal Singh) 15.1 બિલિયન ડોલરની સંપત્તિ સાથે દુનિયાભરમાં 117મા સ્થાન પર છે. દેશના અરબપતિઓમાં તેમનો રેંક 10મો છે. (Forbes India તરફ આપવામાં આવેલા આંકડા અનુસાર)