અહીં ચા-નાસ્તા સાથે મહેમાનોને પિરસાય છે પત્ની, જોડે સુવાની અપાય છે ઓફર! વર્ષોથી ચાલે છે પરંપરા

ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાભરમાં અનેક જાતિઓ છે અને અનેકવિધ રીત-રિવાજો છે. એમાંથી લગ્ન સાથે જોડાયેલાં અમુક રિવાજો તો એવા છેકે, જેના વિશે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યું હોય. આવા જ એક રિવાજ વિશે વાત કરીએ આ આર્ટિકલમાં...જ્યાં અનોખી રીતે મનાવવામાં આવે છે સુહાગરાત...

1/10
image

અહીંની મહિલાઓ લગ્ન બાદ બીજા પુરુષો સાથે પણ મનાવે છે સુહાગરાત, અનોખી પરંપરા જાણીને ચોંકી જશે!

2/10
image

દુનિયા ચાંદ સુધી પહોંચી ગઈ છે, પણ હજુ પણ કેટલાંક વિસ્તારોમાં વર્ષો જૂના કુરિવાજો ચાલ્યા આવે છે. આવો જ એક કુરિવાજ લગ્ન અને સુહાગરાત સાથે જોડાયેલો છે જેની વાત અહીં કરવામાં આવી છે. જેમાં લગ્ન બાદ મહિલાઓને બીજા પુરુષો સાથે સુહાગરાત મનાવવાની આપવામાં આવે છે છૂટ...શું તમે ક્યારેય આવી પરંપરા વિશે સાંભળ્યું છે? જાણો વિગતવાર...

3/10
image

સાયન્સ અને ટેકનોલોજીના યુગમાં પણ ઘણાં કુરિવાજો હજુ અસ્તિત્વમાં છે. જેને કારણે માનવ સમાજ અને સભ્યતાનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું છે. આવો જ એક કુરિવાજ એક જનજાતિમાં છે. જેમાં પત્ની પતિના બદલે અન્ય પુરુષો સાથે મનાવે છે સુહાગરાત...

4/10
image

આજે પણ આ જનજાતિના લોકો તેમના પૂર્વજોએ બનાવેલા નિયમોનું પાલન કરે છે, જેમાં કેટલાક એવા વિચિત્ર રિવાજો છે જેના વિશે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. આ જાતિનું નામ હિમ્બા જનજાતિ છે. આ જાતિની મહિલાઓને અજાણ્યા પુરુષો સાથે સંબંધ હોય છે. આ માટે ખાલી તેમને તેમના પતિની પરવાનગી જોઈએ.

5/10
image

શું તમે એવી કોઈ જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં પુરુષો તેમની પત્નીઓને બીજા પુરુષો સાથે રાત વિતાવવાની અને ઈચ્છા થાય ત્યારે અજાણ્યા પુરુષો સાથે સંબંધ બાંધવાની મંજૂરી આપે છે? જો તમે સાંભળ્યું ન હોય તો તમને જણાવી દઈએ કે, નામીબિયામાં આવી જ એક જનજાતિ છે. નામીબિયામાં સદીઓથી આ પ્રકારની વિચિત્ર પરંપરા ચાલતી આવે છે.

6/10
image

હિમ્બા જનજાતિના લોકો રણ વિસ્તારમાં રહે છે, તેમના પોતાના અનોખા વૈવાહિક અને નૈતિક નિયમો છે, જે પશ્ચિમી દેશોના પ્રમાણે તદ્દન જુદા અને વિચિત્ર છે. હાલમાં એક આફ્રિકન હિસ્ટ્રી ટીવીની ડોક્યુમેન્ટ્રીમાંથી જાણવા મળ્યું કે, ‘હિમ્બા જનજાતિના લોકો માટે મુલાકાતીઓને સમાગમ માટે તેમની પત્નીઓને સોંપવી એ મહેમાનગીરી માનવામાં આવે છે. આ મહેમાનોને ભાવભર્યું સ્વાગત કરવાનો એક અનોખી રીત છે.’

7/10
image

આ રીતથી જાતીય ઈર્ષ્યાથી બચવામાં મદદ મળે છે, જે ઘણીવાર રૂઢિચુસ્ત લગ્નોમાં પ્રચલિત છે. ઉલ્લેખનીય છે કે, હિમ્બા જનજાતિની મહિલાઓ ખૂબ જ મહેનતુ હોય છે. તેઓ આદિવાસીઓના પુરુષો કરતાં વધુ કામ કરે છે, જેમાં પ્રાણીઓ, ઘરોની સંભાળ અને ઘરેલું કામ જેમ કે રસોઈ, સફાઈ અને બાળકોની સંભાળ પણ આવી જાય છે.

8/10
image

હિમ્બા લોકોની જીવનશૈલી મોટાભાગે નામિબિયન સમાજથી અલગ છે. એક અનુમાન મુજબ અહીં હિમ્બા જનજાતિના 50,000 લોકો રહે છે, જેઓ તેમના પરંપરાગત અસ્તિત્વને જીવંત રાખી રહ્યા છે. એટલું જ નહીં, હિમ્બા જનજાતિમાં પુરુષો માટે એકથી વધુ પત્નીઓ રાખવાનું સામાન્ય છે. 

9/10
image

પરંતુ વસતીના આધારે કરાયેલા અભ્યાસથી જાણવા મળ્યું છે કે, હિમ્બાના 70% થી વધુ પુરુષો ઓછામાં ઓછા એક બાળકનો ઉછેર કરે છે જેના પિતા પોતે નથી પરંતુ કોઈ અન્ય છે. તેઓ આ સત્ય જાણે છે. પરંતુ તેમ છતાં તેઓ તેમની પત્નીઓ સાથે ખુશીથી રહે છે. 

10/10
image

એવું કહેવાય છે કે હિમ્બા મહિલાઓ માટે છૂટાછેડા લેવા ખૂબ જ સરળ છે. ડોક્યુમેન્ટરીમાં બતાવ્યા પ્રમાણે, આ જનજાતિમાં લગ્ન અથવા લગ્નેતર સંબંધોથી જન્મ લેવો એ મોટી વાત માનવામાં આવતી નથી અને દરેક બાળકનો ઉછેર કરવા માટે “સામાજિક પિતા” હોય છે.