Virat Kohli: વર્લ્ડ કપ ફાઈનલ પહેલા જુઓ રન મશીન વિરાટ કોહલીના અનુષ્કા સાથેના સુંદર Photos

ભારતીય ક્રિકેટની શાન વિરાટ કોહલી હાલ જબરદસ્ત ડ્રીમ ફોર્મમાં છે. તેમણે હાલ વર્લ્ડ કપમાં 3 સદી અને 5 અડદી સદી ફટકારી છે. કોહલી અનેકવાર સદી બાદ લાઈફ પાર્ટનર એટલે કે પત્ની અનુષ્કા શર્મા તરફ અભિવાદન કરતા જોવા મળ્યા છે. કોહલી પોતાની સફળતાઓ અને વ્યક્તિત્વમાં આવેલા ફેરફાર બદલ પત્નીને શ્રેય આપે છે. અનુષ્કા પણ કોહલીને દરેક જગ્યાએ અને તેના જીવનના દરેક ઉતાર ચડાવમાં સપોર્ટ કરતી જોવા મળી છે. 
 

1/5
image

વિરાટ કોહલી પણ મેચ દરમિયાન અને પછી અનુષ્કા પર  પ્રેમ દર્શાવવામાં પાછી પાની કરતા નથી. અનેકવાર મેચમાં કે પછી બાદમાં અનુષ્કા સાથે ઈશારામાં વાતચીત કરતા જોવા મળ્યા છે. હાલમાં જ તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો જેમાં વિરાટ ડ્રેસિંગ રૂમમાંથી અનુષ્કાને શોધતા જોવા મળ્યા. 

2/5
image

વિરાટ અને અનુષ્કા વચ્ચે સુંદર બોન્ડિંગ લોકોને સ્પષ્ટ જોવા મળે છે. અનુષ્કા ગમે ત્યાં હોય પરંતુ તે વિરાટને સપોર્ટ કરવાનું ક્યારેય  ભૂલતી નથી. અનુષ્કા અનેકવાર સ્ટેડિયમમાં પણ વિરાટને સપોર્ટ કરતી જોવા મળી છે. બંને એકબીજા માટે ખુબ જ સપોર્ટિવ અને કેરિંગ છે. 

3/5
image

વિરાટે હંમેશા એ વાત કહી છે કે તેમનામાં જે પણ અત્યાર સુધીમાં ફેરફાર આવ્યા છે તે તેમની લેડી લક એટલે કે અનુષ્કા શર્માના કારણે આવ્યા છે. વિરાટ હંમેશા પોતાના એગ્રેસિવ નેચરને લઈને ચર્ચામાં રહેતા હતા પરંતુ જ્યારથી અનુષ્કા જીવનમાં આવી છે ત્યારથી વિરાટનો સ્વભાવ પહેલાની સરખામણીમાં શાંત થયો છે. 

4/5
image

સોશિયલ મીડિયા પર વિરાટ અને અનુષ્કા બંને ખુબ એક્ટિવ રહે છે. બંને એકબીજા સાથે સુંદર ફોટા શેર કરતા જોવા મળ્યા છે. બંને હંમેશા પોતાની વ્યસ્ત લાઈફસ્ટાઈલથી સમય કાઢીને એકબીજાની સાથે ટાઈમ સ્પેન્ડ  કરે છે અને સાથે રજાઓ પણ ગાળે છે. 

5/5
image

બંને ફિટનેસને લઈને પણ ખુબ ફોકસ અને એક્ટિવ રહે છે. બંને અનેકવાર એકબીજા સાથે વર્કઆઉટ કરતા જોવા મળ્યા છે. ફેન્સને પણ આ બંનેની જોડી ખુબ પસંદ છે. બંને ખુબ સ્ટાઈલિશ અને સ્માર્ટ છે. એકસાથે બંને ખુબ જ સુંદર લાગે છે. વિરાટ કોઈ પણ પાર્ટી કે ફંકશનમાં અનુષ્કાને પોતાની સાથે લઈ જવાનું ભૂલતા નથી.