ઈરાની જનરલના મોતનો બદલો! યુવતીએ સંબંધ બાંધતા પહેલા યુવકની આંખ પર પટ્ટી બાંધી અને પછી...
3 જાન્યુઆરીના રોજ ઈરાનમાં ઈસ્લામિક રેવોલ્યૂશનરી ગાર્ડના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતની બીજી વરસી મનાવવામાં આવી હતી.
લાસ વેગાસ: 3 જાન્યુઆરીના રોજ ઈરાનમાં ઈસ્લામિક રેવોલ્યૂશનરી ગાર્ડના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતની બીજી વરસી મનાવવામાં આવી હતી. સુલેમાની 3 જાન્યુઆરી 2020ના રોજ બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. તેના મોતના લગભગ બે વર્ષ બાદ 21 વર્ષની એક યુવતીએ એવો બદલો લીધો કે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. સમગ્ર મામલો શું છે તે જાણો.
ચોંકાવનારો મામલો
અમેરિકાના લાસ વેગાસમાં એ મહિલા દ્વારા પુરુષને ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકીને હત્યાની કોશિશનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ મામલે તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓનું કહેવું છે કે એક 21 વર્ષની મહિલાએ 2020માં અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા એક ઈરાની જનરલના મોતનો બદલો લેવા માટે હોટલના રૂમની અંદર કથિત રીતે સેક્સ દરમિયાન પુરુષને ચાકૂ મારી દીધુ. આ મામલાની તપાસ ચાલુ છે.
અનેક કલમો હેઠળ કેસ દાખલ
21 વર્ષની Nika Nikoubin પર હત્યા સહિત અનેક મામલામાં કેસ દાખલ થયો છે. સ્થાનિક પોલીસે ગુપ્તચર એજન્સીઓને પણ મામલાની સૂચના આપી છે. મેલ પાર્ટનરને ચાકૂ માર્યા બાદ નીકા ત્યાંથી જતી રહી. આ દરમિયાન તેણે હોટલના કર્મચારીને જણાવ્યું કે તેણે રૂમમાં એક વારદાતને અંજામ આપ્યો છે.
આંખો પર પટ્ટી બાંધી
મીડિયા રિપોર્ટ્સ મુજબ જેવો આ કપલે સંબંધ બનાવવાનો શરૂ કર્યો કે નિકોબિને લાઈટ બંધ કરતા પહેલા પીડિતની આંખો પર પટ્ટી બાંધી દીધી હતી. થોડીવાર બાદ મેલ પાર્ટનરને પોતાના ગળા પર ખુબ જ દર્દ મહેસૂસ થયું અને તેણે બૂમો પાડી. જ્યારે તેને ખબર પડી તો તેણે યુવતીને ધક્કો મારીને તરત 911 ડાયલ કર્યું.
ડેટિંગ સાઈટ પર થઈ મિત્રતા
લાસ વેગાસ પોલીસે જણાવ્યું કે નિકોબિન તે વ્યક્તિને ડેટિંગ વેબસાઈટ પ્લાન્ટી ઓફ ફિશ પર મળી હતી. બંને વચ્ચે પરિચય થયા બાદ બંને 5 માર્ચના રોજ હેન્ડરસનના સનસેટ સ્ટેશન હોટલમાં મુલાકાત માટે રાજી થયા હતા.
ગીતથી મળી પ્રેરણા
તપાસ કરી રહેલી પોલીસે પુષ્ટિ કરી છે કે 21 વર્ષની નીકાએ 2020માં અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા એક ઈરાની સૈન્ય નેતાના મોતનો બદલો લેવા માટે આ વારદાતને અંજામ આપ્યો. નીકાએ એ પણ જણાવ્યું કે તેને આ હુમલાની પ્રેરણા એક મોટિવેશનલ ગીતથી મળી.
દુનિયાભરમાં જાણીતી થઈ નીકા
ઈરાની જનરલ સુલેમાની અને ઈરાકી પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સના ડેપ્યુટી કમાન્ડર અબૂ મહદી અલ મુહાંડિસ બંને બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. ત્યારે અમેરિકાએ દાવો કર્યો હતો કે જનરલ સુલેમાની અમેરિકા પર આતંકવાદી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. આ હત્યાકાંડ બાદ ઈરાન અનેકવાર અમેરિકા સાથે બદલો લેવાના સમ ખાઈ ચૂક્યું છે. પરંતુ નીકા નિકોબિન નામની યુવતીએ કઈક એવું કર્યું કે દુનિયાભરમાં ચર્ચિત થઈ ગઈ.
Trending Photos