દરિયાકાંઠે પવનનું જોર વધશે, ચક્રવાત થશે સક્રિય, હજુ આ તારીખથી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, અંબાલાલની આગાહી

Gujarat Rain Alert: ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિભારે વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બરમાં પણ ઘણી જગ્યાએ છુટોછવાયો વરસાદ જોવા મળ્યો છે. પરંતુ રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય થઈ નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 17 સપ્ટેમ્બરથી બે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં પાછોતરો વરસાદ થવાની સંભાવના છે. સપ્ટેમ્બરના અંત સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાડપાં પડશે.

શું છે નવી આગાહી

1/5
image

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યા પ્રમાણે 17 અને 18 સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનશે જે 22 તારીખ સુધીમાં સક્રિય થશે. તેના કારણે 21થી 26 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. એટલે કે હજુ સપ્ટેમ્બરમાં વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે.

ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદની સંભાવના

2/5
image

અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી પણ વરસાદની સંભાવના છે. તો 10 ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્ર બેસવાનું છે. ચિત્રા નક્ષત્રમાં 10થી 13 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની સંભાવના છે. જેના કારણે ત્યારે પણ વરસાદ થશે.

3/5
image

ચોમાસાના વિદાય અંગે અંબાલાલે કહ્યું કે, 17 સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગોમાં ચોમાસું વિદાય લેશે. જેથી તેના પશ્ચિમી પવનોનું જોર વધતા પૂર્વના પવનોને પાછળ ધકેલે છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ મોડું વિદાય લેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમયે પૂર્વનો પવન ફૂંકાશે. 10 થી 13 ઓક્ટોબર આસપાસ બંગળાના ઉપસગારમાં ચક્રવાતની શક્યતા છે.   

4/5
image

અંબાલાલે કહ્યું કે હસ્ત નક્ષત્ર એટલે કે હાથીયો કહેવાય છે. હાથીયો અને ચિત્રા નક્ષત્ર ચોમાસાના પાછળના ભાગના નક્ષત્રો છે. આ દરમિયાન ભુર પવન પરત ફરતો હોય છે. જ્યાં સુધી ભુર પવન ન વાય ત્યાં સુધી ચોમાસાની વિદાય થતી નથી. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 5 ઓક્ટોબર આસપાસ દરિયાકાંઠે ભારે પવન જોવા મળશે. ત્યારબાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થઈ શકે છે. 

5/5
image

અંબાલાલ પટેકે કહ્યું કે નવરાત્રિ પણ આ વખતે હાથીયો અને ચિત્રા નક્ષત્રમાં આવશે. જેથી આ દરમિયાન વરસાદની સંભાવના છે. નવરાત્રિના તહેવાર પર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. 

Trending Photos