Radhika Merchant Sister: કોણ છે અને શું કરે છે અનંત અંબાણીની સાળી? સુંદરતા અને સ્ટાઇલમાં બધાને આપે છે ટક્કર

Radhika Merchant Sister Anjali Merchant: અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટની પ્રી વેડિંગ બાદથી બંને પરિવાર ઇન્ટરનેટ પર છવાયેલા છે. દરેક તેમના વિશે જાણવા માંગે છે. મુકેશ અંબાણી અને નીતાના પરિવાર વિશે તો મોટાભાગના લોકો જાણે છે. પરંતુ રાધિકા મર્ચેંટની ફેમિલી લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તમને જણાવી દઇએ કે રાધિકા મર્ચેંટની બહેનનું નામ અંજલી મર્ચેંટ (Anjali Merchant) છે. રાધિકાની સાથે ઘણા અવસર પર તેમને જોવામાં આવી છે. આવો જાણીએ અંજલિ મર્ચેંટ કોણ છે અને શું કરે છે? 

કોણ છે અંજલિ મર્ચન્ટ?

1/5
image

અંજલિ બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને તેની પત્ની શૈલા મર્ચન્ટની દીકરી અને રાધિકાની બહેન છે. અંજલિ મર્ચન્ટે તેનું સ્કૂલિંગ મુંબઈમાં પૂરું કર્યું. તેણે કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું. સ્નાતક થયા પછી, તેણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ પણ કર્યો.

અંજલિ મર્ચન્ટ શું કરે છે?

2/5
image

અંજલિ મર્ચન્ટ એન્કોર ફાર્માસ્યુટિકલ કંપનીમાં ડિરેક્ટર છે. આ સિવાય તે પોતાનો બિઝનેસ પણ ચલાવે છે. તેમની કંપની હેર સ્ટાઇલ અને હેર ટ્રીટમેન્ટનું કામ કરે છે, જેનું નામ ડ્રાયફિક્સ છે. તે પણ રાધિકાની જેમ સારું જીવન જીવે છે.

વૈભવી જીવન

3/5
image

રાધિકા મર્ચન્ટની જેમ તેની બહેન પણ લક્ઝરી લાઈફ જીવે છે. તેણે વર્ષ 2020માં 'વટલી'ના ફાઉન્ડર અમન મજીઠિયા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી, જેમાં બહેન કપલ જોવા મળ્યું હતું.

સુંદરતામાં આપે છે ટક્કર

4/5
image

રાધિકાની માફક તેમની બહેન પણ ખૂબ સુંદર છે. સાથે જ સ્ટાઇલ અને ફેશનના મામલે પણ બધાને ટક્કર આપે છે. અંબાણી પરિવારના ઘણા ફંક્શન દરમિયાન તેમને સ્પોટ કરવામાં આવી છે.

બહેનોનું બોન્ડીંગ

5/5
image

રાધિકા મર્ચેંટનું પોતાની બહેન અંજલિ સાથે ખાસ બોંડ છે. બંનેના ઘણા બધા સારા ફોટા પણ ઇંસ્ટાગ્રામ પર ફેન પેજ શેર કરતા રહે છે, જેમાં તેમનું બોંડ ખાસ જોવા મળે છે.