White Foods: ખાંડ કરતાં વધારે ખતરનાક છે આ સફેદ વસ્તુઓ, દવા લીધા પણ પછી કંટ્રોલમાં નહીં રહે ડાયાબિટીસ
Worse White Foods: ડાયાબિટીસના દર્દીએ બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે તે માટે ફક્ત ખાંડ જ નહીં આ 5 વસ્તુઓથી પણ દુર રહેવું જોઈએ. આ 5 સફેદ વસ્તુઓ ખાંડ કરતાં પણ વધારે ખરાબ છે. આ વસ્તુઓ બ્લડ શુગર લેવલ ઝડપથી વધારે છે. આજે તમને જણાવીએ કઈ 5 વસ્તુઓ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખાંડ કરતાં વધારે ખરાબ છે.
સફેદ બ્રેડ
સફેદ બ્રેડ ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધે છે. જે લોકો રોજ કે દર થોડા દિવસે બ્રેડ ખાય છે તેમના માટે બ્લડ શુગરને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ શકે છે.
સફેદ રાઈસ
રાઈસને અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરવામાં આવે છે. પરંતુ ડાયાબિટીસ હોય તો મર્યાદિત માત્રામાં જ ભાત ખાવા. વધારે પ્રમાણમાં ભાત ખાવાથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે.
મીઠું
ખૂબ ઓછા લોકો જાણે છે કે ડાયાબિટીસમાં વધારે મીઠું પણ નુકસાન કરે છે. ડાયાબિટીસમાં જો લાંબા સમય સુધી વધારે મીઠું લેવામાં આવે તો બ્લડ શુગર કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે.
મેંદો
મેંદાથી બનેલી વસ્તુઓ ડાયાબિટીસના દર્દી માટે ખરાબ છે. આ લોટમાં પોષકતત્વોથી સૌથી ઓછા હોય છે. તેનાથી શુગર ઝડપથી વધે છે.
ફુલ ફેટ મિલ્ક પ્રોડક્ટ
ફુલ ફેટ મિલ્ક અને તેનાથી બનેલી વસ્તુઓનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે સારો વિકલ્પ નથી. તેનાથી બ્લડ શુગર અચાનક વધી શકે છે.
Trending Photos