તમે જાણો છો ગુજરાતમાં ક્યા આવેલું છે પરશોત્તમ રૂપાલાનું ઘર, જાણો તેમના વિશે જાણી અજાણી વાતો

Rajkot Rupala : ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આજે પણ ભાજપથી ખૂબ નારાજ છે. ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો રૂપાલા સામે મ્યાનમાંથી તલવારો કાઢીને રૂપાલાને પોતાની ટિકિટ પાછી ખેંચી લેવા અને પક્ષને પણ ચેતવણી આપી હતી. હવે મતદાન થઈ ગયું છે અને સટ્ટા બજાર રૂપાલાને જીતાડી રહ્યું છે. રાજકોટ બેઠક પર રૂપાલા સામે પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર હતા. આ તમામ વાતો વચ્ચે તમને થશે કે કોણ છે પરશોત્તમ રૂપાલા? ગુજરાતમાં ક્યાં આવેલું છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર? આ તમામ સવાલોનો જવાબ અમે તમને જણાવીશું.

1/5
image

રૂપાલાના ઘરની વાત કરીએ તો તેનું નિવાસ સ્થાન અમરેલીના ઈશ્વરીયા ગામમાં છે. રૂપાલા હાલમાં રાજકોટમાં નવા ઘરમાં પહેવા પહોંચ્યા છે. એટલે કે હાલમાં પરશોત્તમ રૂપાલા રાજકોટમાં તેમના પરિવાર સાથે રહે છે.

2/5
image

પરષોત્તમ રૂપાલા ભાજપના વરિષ્ઠ નેતા છે અને લગભગ પાંચ દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક રહી ચૂક્યા છે. રૂપાલાએ આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ સેવા આપી છે. રૂપાલાના મોદી સાથે ખાસ અંગત સંબંધો હોવાથી મોદી પહેલી સભા રાજકોટમાં કરવાના હતા પણ તેઓએ આ સભા ટાળી દીધી છે. ગુજરાતમાં પીએમ મોદીની સભાઓથી પણ રૂપાલાને દૂર રખાયા હતા. 

3/5
image

ત્રણ વખત અમરેલી વિધાનસભામાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ત્રણ વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. 2014 માં કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ તેમને કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી. જેની જવાબદારી તેમને સુપેરે નિભાવી હતી.

4/5
image

રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ અમરેલીમાં થયો હતો. કારકિર્દીની શરૂઆત પણ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કરી હતી. તેમણે 1976-1977માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. રૂપાલાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે 2006થી 2010 સુધી જવાબદારી નિભાવી હતી. રૂપાલાએ એક શિક્ષકથી શરૂઆત કરીને આજે સંસદ બની ચૂક્યા છે. 

પત્ની સવિતાબહેન પાસે 81 લાખની કિંમતનું 1390 ગ્રામ સોનું

5/5
image

રૂપાલાએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોંગદનામામાં જે વિગતો દર્શાવી છે તે મુજબ, રૂપાલા પાસે વિદેશી બનાવટની એક પિસ્તોલ છે. પત્ની પાસે કાર નથી. પત્ની સવિતાબહેન પાસે 81 લાખની કિંમતનું 1390 ગ્રામ સોનું છે. પતિ-પત્ની પાસે પોણા 6 કરોડ રૂપિયા વ્યક્તિ દીઠ જંગમ મિલકત હોવાનું જણાવ્યું, વર્ષ 2022-23માં પુરુષોત્તમ રૂપાલાએ 15 લાખ 77 હજાર 110 રૂપિયાની આવક થઈ હોવાનું દર્શાવ્યું છે. BSc. B.Ed સુધીનો અભ્યાસ દર્શાવ્યો છે.  રૂપાલાનું મૂળ ગામ અમરેલીનું ઈશ્વરિયા છે. રૂપાલા મોદી સરકારના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી છે. જેઓ ફરી વિજેતા બનશે તો મંત્રી બનવાના ચાન્સ પણ છે.