શું તમને ખબર છે વોટ્સએપના આ જરૂરી ફીચર્સની? બદલાઈ જશે યુઝ કરવાનો અંદાજ

નવી દિલ્હી: વર્તમાન સમયમાં જો તમારા હાથમાં સ્માર્ટફોન છે તો આ વાતનો ચાન્સ ખુબજ ઓછો છે કે તમારા ફોનમાં વોટ્સએપ ના હોય. વોટ્સએપ દુનિયાના સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ્સમાંથી એક છે જેમાં તમને ઘણા બધા ફીચર્સ ઓફર કરવામાં આવે છે. આજે અમે તેમને આ એપના કેટલાક સૌથી જરૂરી ફીચર્સ વિશે જણાવી રહ્યા છે જેના વિશે જાણી તમારો એપ યુઝ કરવાનો અંદાજ બદલાઈ જશે.

વ્યૂ વન્સ ફીચર

1/5
image

વોટ્સએપે હાલમાં જ વ્યૂ વન્સ ફીચર જાહેર કર્યુ હતું જેમાં સ્નેપચેટની જેમ યુઝર કોઈપણ તસવીર અથવા વીડિયો એવી રીતે શેર કરી શકે છે કે સામેની વ્યક્તિ માત્ર એકવાર તેને જોઈ શકે છે અને ત્યારબાદ તે ગાયબ થઈ જાય છે. ફોટો અથવા વીડિયો શેર કરતા સમયે ત્યાં આપેલા '1' ઓપ્શનને સિલેક્ટ કરી તમે આ ફીચરને યુઝ કરી શકો છો.

આઇફોનથી એન્ડ્રોઈડ ફોનમાં ટ્રાન્સફર કરો ચેટ

2/5
image

2021 માં જાહેર કરવામાં આવેલા વોટ્સએપના આ ફીચરને યુઝર્સે સૌથી વધારે પસંદ કર્યું છે. આ ફીચરની મદદથી યુએસબી ટાઈપ-સી વાયરની મદદથી તેમની ચેટને એક ફોનમાંથી બીજા ફોનમાં મોકલી શકે છે. આ ઓપ્શન તમને વોટ્સએપ સેટિંગમાં મળશે.

વોટ્સએપ પર પૈસા મોકલો અને મેળવો

3/5
image

આ મેસેજિંગ એપે એક ખાસ UPI આધારિત પેમેન્ટ પ્લેટફોર્મ 'વોટ્સએપ પે' પણ શરૂ કર્યું છે, જેનો ઉપયોગ કરીને તમે કોઈપણને પૈસા મોકલી શકો છો અને વોટ્સએપ ચેટમાં જ તેમની પાસેથી પૈસા મેળવી શકો છો.

લેપટોપમાંથી ઉપાડો ફોન કોલ્સ

4/5
image

થોડા સમય પહેલા જાહેર કરવામાં આવેલા આ ફીચરને પણ યુઝર્સે ઘણું પસંદ કર્યું છે. આ ફીચરની મદદથી હવે તમે તમારા લેપટોપ અથવા ડેસ્કટોપ એટલે કે વોટ્સએપ વેબથી પણ વોટ્સએપ પર આવતા વોઈસ અથવા વીડિયો કોલ્સ રીસીવ કરી શકો છો.

મલ્ટી ડિવાઈસ ફીચર

5/5
image

વોટ્સએપનું આ ફીચર જોરદાર છે. થોડા મહિના પહેલા રોલઆઉટ કરવામાં આવેલા આ મલ્ટી ડિવાઈસ ફીચરની મદદથી તમે તમારા ફોનને ઇન્ટરનેટથી કનેક્ટ કર્યા વગર અન્ટ ડિવાઈસ પર વોટ્સએપ એક્સેસ કરી શકો છો.