WhatsApp 2021, Chatting App માં આવી રહ્યા શાનદાર New Features

WhatsAppએ ગત એક વર્ષમાં ઘણા શાનદાર ફીચર્સ ઉમેર્યા છે. હવે આ કડીમાં  WhatsAppએ આ વર્ષે એટલે કે 2021માં પણ તમને શાનદાર ફીચર્સ આપવાનો નિર્ણય કર્યો છે. આવો જાણીએ આ મેસેજિંગ એપ (Messaging app)માં કયા ખાસ ફીચર્સ આવવાના છે. 

Desktop થી થશે કોલિંગ

1/4
image

તાજેતરમાં જ તમામ રિપોર્ટમાં પુષ્ટિ થઇ છે કે WhatsApp ખૂબ જલદી તમને ડેસ્કટોપ અને લેપટોપથી કોલિંગ અને વીડિયો ચેટીંગની સુવિધા આપવાના છે. આ ફીચરનું ટેસ્ટિંગ શરૂ થઇ ચૂક્યું છે. ખૂબ જલદી આ ફીચર લોન્ચ કરવામાં આવી શકે છે. 

WhatsApp Insurance

2/4
image

તાજેતરમાં જ WhatsApp Payment શરૂ કર્યા બાદ આ એપ દ્વારા ઇંશ્યોરન્સ સેવા પણ શરૂ કરવાની યોજના છે કહેવામાં આવી રહ્યું છે કે આ ખાસ ઇંશ્યોરન્સ સેવા માટે કંપની એસબીઆઇ અને એચડીએફસી સાથે વાતચીત કરી રહી છે.

એકસાથે ઘણા ડિવાઇસ પર ચાલશે WhatsApp

3/4
image

કંપની WhatsApp ને મલ્ટી ડિવાઇસ સપોર્ટ આપવા પર કામ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ જલદી જ એક જ WhatsApp એકાઉન્ટને ચાર ડિવાઇસ પર યૂઝ કરી શકશો. 

Read Later સેવા પણ શરૂ

4/4
image

પ્રાપ્ત જાણકારી અનુસાર ખૂબ જલદી તમને રીડ લેટરની સુવિધા મળી શકે છે. જોકે આમ તો યૂઝર કોઇ ચેટને Read Laterમાં નાખશે, તે ચેટના નોટિફિકેશન્સ આવવાના બંધ થઇ જશે.