WhatsApp ની જબરદસ્ત છે આ ટ્રિક, બીજાના મેસેજ વાંચી શકશો, કોઈને ખબર પણ નહીં પડે
આજે અમે તમને જે ટ્રિક જણાવીશું તે તમને ખુબ કામ લાગશે. તેની મદદથી તમે બીજાની વોટ્સએપ ચેટ તમારા ફોન પર જોઈ શકશો. તે પણ કોઈને ખબર ન પડે તે રીતે. આવો જાણીએ કેવી રીતે...
વોટ્સએપના અનેક ફીચર્સ એવા છે જેના વિશે ગણ્યાગાંઠ્યા લોકોને જ ખબર હોય છે. મોટાભાગના યૂઝર્સ વોટ્સએપ માત્ર નોર્મલ વાતચીત માટે, ડોક્યૂમેન્ટ શેર કરવા, ફોટો-વીડિયો શેર કરવા માટે ઉપયોગમાં લે છે. પરંતુ આજે અમે તમને જે ટ્રિક જણાવીશું તે તમને ખુબ કામ લાગશે. તેની મદદથી તમે બીજાની વોટ્સએપ ચેટ તમારા ફોન પર જોઈ શકશો. તે પણ કોઈને ખબર ન પડે તે રીતે. આવો જાણીએ કેવી રીતે...
ચૂપકે ચૂપકે વાંચો બીજાના મેસેજ
તમે પણ કોઈના વોટ્સએપ મેસેજ તેની જાણ બહાર વાંચી શકો છો. આ ટ્રિક તમને કામ લાગી શકે છે.
પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરો આ એપ
સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોરથી તમારે તમારા એન્ડ્રોઈડ ફોનમાં whatScan for whatsApp web app નામની એપ ડાઉનલોડ કરવી પડશે. આ એક Apk ફાઈલ હશે. જેને ઈન્સ્ટોલ કરતા પહેલા તમારે મોબાઈલ સેટિંગમાં જઈને Unknown Sources ઓપ્શન ઓન કરવું પડશે. ત્યારે જ તમે આ એપ તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરી શકશો.
એપ ઓપન કરશો તો તમને QR Code જોવા મળશે
એપ ઈન્સ્ટોલ થયા બાદ તેને ઓપન કરો અને તેના બેઝિક સેટિંગમાં જઈને ભાષા સિલેક્ટ કરો અને પછી પાસવર્ડ સેટ કરો. એટલે કે તમે તમારી સુવિધા મુજબ તેનું સેટિંગ કરી લો. ત્યારબાદ તમને QR Code મળશે.
એક મિનિટથી ઓછા સમયમાં જોઈ શકશો વોટ્સએપ
ત્યારબાદ તમે જે કોઈનું વોટ્સએપ એકાઉન્ટ જોવા માંગતા હશો તેમનો ફોન લો અને તેમા વોટ્સએપ ઓપન કરો. વોટ્સએપ સેટિંગમાં જઈને ત્યાં તમને મેનુમાં whatsapp web નું ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો.
આટલું કરીને ફોન મૂકી દો
ત્યારબાદ કેમેરા શરૂ થઈ જશે. કેમેરાથી તમારા ફોનમાં તે QR કોડ સ્કેન કરી લો. આટલું કરતાની સાથે જ બીજા ફોનની બધી ચેટ તમે તમારા મોબાઈલ સ્ક્રિન પર જોઈ શકશો. હવે તમે તે ફોન પાછો મૂકી દો અને તમારા ફોનમાં જ તેની ચેટ વાંચતા રહો.
Trending Photos