Carbohydrates: આ 5 હાઈ કાર્બ્સ ફૂડ્સથી નહીં થાય Diabetes,મોટાપા પર લાગશે લગામ

High Carb Healthy Foods:  કાર્બોહાઇડ્રેટ્સ એક એવું ન્યૂટ્રિએન્ટ છે, જેનું નામ ખુબ ખરાબ છે, કારણ કે તેમાં મોટાપો, ટાઈપ-2 ડાયાબિટીસ સહિત સ્વાસ્થ્યની અન્ય મુશ્કેલી સાથે જોડીને જોવામાં આવે છે. તેના કારણે આપણે હંમેશા લો કાર્બ ડાઇટ લેવાની સલાહ આપવામાં આવે છે. જો તમે એવું ફૂડ શોધી રહ્યાં છો જેમાં હાઈ કાર્બ્સ હોય પરંતુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય. હેલ્થલાઇનના હવાલાથી અમે આવી પાંચ વસ્તુઓ વિશે જણાવી રહ્યાં છીએ. 
 

કેળા

1/5
image

કેળા એ એક ખૂબ જ સામાન્ય ફળ છે જે વિશ્વના મોટાભાગના ભાગોમાં ખાવામાં આવે છે, 136 ગ્રામ કેળામાં 31 ગ્રામ કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે, તેમાં પોટેશિયમ પણ ખૂબ જ હોય ​​છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકે છે.

ઓટ્સ

2/5
image

ઓટ્સને હંમેશા નાસ્તામાં ખાવામાં આવે છે. કાચા ઓટ્સમાં આશરે 70 ટકા કાર્બોહાઇડ્રેટ હોય છે, સાથે તેમાં ઘણા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે. 

સંતરા

3/5
image

સંતરા એક સાઇટ્રસ ફ્રૂટ છે, જેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જેનાથી ઈમ્યુનિટી બૂસ્ટ કરી શકાય છે. પરંતુ તેમાં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે. જો તમે 100 ગ્રામ ઓરેન્જ લેશો તો તેમાં આશરે 15.5 ગ્રામ કાર્બ્સ હશે. 

ક્વિનોઆ

4/5
image

ક્વિનોઆ એક ન્યૂટ્રીશનલ સીડ છે, જેમાં હાઈ કાર્બ્સ હેલ્ધી ફૂડ્સમાં સામેલ કરવામાં આવે છે. પાકેલા ક્વિનોઆમાં આશરે 70 ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે. પરંતુ તે પ્રોટીન અને ફાઈબરનો પણ સારો સ્ત્રોત છે. 

શક્કરિયા

5/5
image

જમીનની અંદર ઉગતા શક્કરિયા કાર્બ્સનો એક સારો સોર્સ છે, અડધા કપ મેશ્ડ સ્વીટ પોટેટોમાં આશરે 20.7 ગ્રામ કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. તેને ખાવાથી વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ મળે છે. 

(ડિસ્ક્લેમરઃ સામાન્ય માહિતીને આધારે આ જાણકારી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)