આગામી 24 કલાક ભારે : 10 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ ત્રાટકશે, નવી આગાહી

Weather Update Today : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી.... અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા પડશે વરસાદ.. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા... 

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી 

1/3
image

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, હજુ 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સુરત, તાપી, નવસારી, ડાંગમાં વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ બે દિવસમાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદ આવવાનું અનુમાન છે. તો અમદાવાદમાં પણ હળવા વરસાદની હવામાનની આગાહી છે. 

16 અને 17 ઓક્ટોબરની આગાહી

2/3
image

16 અને 17મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

વાવાઝોડાની આગાહી

3/3
image

અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. ભૌગોલિક સ્થિતિ જોતા અરબસાગરમા 14 થી 15 ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદની શક્યતા છે. આ કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વારસાદ રહેશે. 17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. આ કારણે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે. અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.