Pic : ટેન્કર રાજના ભાર તળે દબાયું ઉનાનું આ ગામ, પાણી માટે કરવુ પડે છે ‘બેડાયુદ્ધ’

આ દ્રષ્યો છે ગતિશીલ ગુજરાતના... ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના છેવાડાના બંદર એટલે નવાબંદર. અહીંયા ઘરે ઘરે નળ કનેક્શન તો છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે પંચાયતને પાણીના ટેન્કર વેચાતા લઈ ગામના તમામ વિસ્તારમાં પાણી વિતરણ કરવું પડે છે. જી હાં, નવાબંદરની વસ્તી માત્ર 20 હજાર જેટલી છે. દરિયાઈ પટ્ટીનુ બંદર હોવાથી જમીનના તળનુ પાણી પણ ખારાશવાળું હોઈ આહિં તંત્રના સરકારી બાબુઓના જણાવ્યા પ્રમાણે, દર ત્રણ દિવસે પીવાનું પાણી આપાય છે. ગ્રામજનોનું કહેવું છે કે, અહીં 10 થી 15 દિવસે માત્ર એકવાર પાણી આવે છે.

રજની કોટેચા/ઉના :આ દ્રષ્યો છે ગતિશીલ ગુજરાતના... ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના છેવાડાના બંદર એટલે નવાબંદર. અહીંયા ઘરે ઘરે નળ કનેક્શન તો છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે પંચાયતને પાણીના ટેન્કર વેચાતા લઈ ગામના તમામ વિસ્તારમાં પાણી વિતરણ કરવું પડે છે. જી હાં, નવાબંદરની વસ્તી માત્ર 20 હજાર જેટલી છે. દરિયાઈ પટ્ટીનુ બંદર હોવાથી જમીનના તળનુ પાણી પણ ખારાશવાળું હોઈ આહિં તંત્રના સરકારી બાબુઓના જણાવ્યા પ્રમાણે, દર ત્રણ દિવસે પીવાનું પાણી આપાય છે. ગ્રામજનોનું કહેવું છે કે, અહીં 10 થી 15 દિવસે માત્ર એકવાર પાણી આવે છે.

1/5
image

પંચાયત દ્વારા ઘરેઘરે નળ કનેક્શન તો આપી દેવામા આવ્યા છે, છતાં પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ગયા ચોમાસે વરસાદ તો સારો પડ્યો, પણ તંત્રની બેદરકારીના હિસાબે પાણી નથી મળતું. પરંતુ ગ્રામ પંચાયત તેમજ સરપંચ અનેક વાર ઉપર લેવલે રજુવાત કરી છતા પીવાનુ પાણી નથી મળતુ. આખરે પંચાયત અને સરપંચ દ્વારા પાણીનુ ટેન્કર 800થી 1000 રૂપિયાના ભાવે વેચાતુ લઈ ગામના તમામ વિસ્તારમા પાણી પૂરુ પાડવામાં આવે છે.   

2/5
image

તેમાં પણ પીવાના પાણી માટે બહેનોને લાઈનો લગાવી પડે છે અને બેડા યુદ્ધ કરવુ પડે છે. એમાં પણ ઘણી વાર ભાભરૂ પાણી આવે છે, જે પીવાલાયક નથી હોતું. છતાં પીવું પડે છે. આવુ પાણી પીવાને કારણે લોકોને પાણીજન્ય બીમારીઓ થવાની શક્યતા રહે છે. બધા કામ છોડીને પાણી મળી જાય એ એમના માટે મોટી વાત હોય છે.  

3/5
image

વરસાદ ઓછો પડ્યો હોય અને અછતના કારણે પાણી ન મળે તે સમજી શકાય. પરંતુ ઉના તાલુકામાં માતબર વરસાદ વરસ્યો છે. હાલ તાલુકાના તમામ ડેમોમાં 2 વર્ષ ચાલે એટલું પાણી છે. પરંતુ આ ગામોની વર્ષોની સમસ્યા પાણી છે, જેનું નિરાકરણ નથી આવતું. 

4/5
image

તંત્રના 3 દિવસે પાણી વિતરણના દાવા વચ્ચે 12 દિવસે માંડ પાણી આવે છે. એ વાસ્તવિકતા વચ્ચે લોકોને રોજીરોટીમાંથી બચાવીને રૂપિયા પાણી પાછળ બગાડવા પડે છે.

5/5
image

તંત્ર ભલે ગમે તેવા દાવા ઠોકતુ હોય, પણ ઉનાળામાં ગુજરાતના વિસ્તારોની પાણીની અસલી પરિસ્થિતિ સામે આવે છે. ગુજરાતના ખૂણેખૂણેથી પાણીનો પોકાર ઉઠતો રહે છે, જે તંત્રના બહેરા કાને અથડાતો નથી.