Corona સામે લડવામાં મદદરૂપ થાય છે આ ફળો, જેના સેવનથી નહીં પડે દવાની જરૂર

કેટલાંક ફળોના નિયમિત સેવનથી કોરોના સામેની લડાઈ લડવામાં મદદ મળે છે. Vitamin-C fruits સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે. કોરોના કાળમાં આ ફળો ઔષધિ બનીને ઉભરી આવ્યાં છે.

નવી દિલ્લીઃ હાલ દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જે પહેલાં કરતા પણ વધારે ઘાતક સાબિત થઈ રહી છે. સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એવામાં નિષ્ણાતોનું કહેવું છેકે, જેની ઈમ્યૂનિટી મજબૂત હશે તે લોકો ઝડપતી કોરોનાને મ્હાત આપી શકશે. અહીં એવો પણ દાવો કરવામાં આવ્યો છેકે, કેટલાંક ફળોના નિયમિત સેવનથી કોરોના સામેની લડાઈ લડવામાં મદદ મળે છે. Vitamin-C fruits સ્વાસ્થ્ય માટે વરદાન રૂપ છે. કોરોનામાં શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, ઈમ્યૂનિટી લેવલ ડાઉન થઈ જાય છે. આ સ્થિતિમાં વિટામીન-સી થી આ દરેક સમસ્યામાં રાહત મળે છે. તેથી કોરોનાથી બચવા વિટામીન-સી વાળા ફળોનું સેવન કરવાની નિષ્ણાતો સલાહ આપે છે.

વિટામિન સી ના ઢગલાં બંધ ફાયદા

1/5
image

વિટામીન-સીના ઢગલાં બંધ ફાયદા છે. સૌથી પહેલાં તો તેનાથી ઈમ્યૂનિટી મજબૂત બને છે. પાંચનક્રિયા સારી થાય છે. શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે. થાક અને આળસ દૂર થાય છે. વાયરલ ઈન્ફેકશન સામે વિટામિન-સી રક્ષણ આપે છે. આ ઉપરાંત પણ તેના ઘણાં ફાયદા છે.

વિટામીન સી થી ભરપૂર હોળ છે આંવળા

2/5
image

આયુર્વેદમાં આંવળાને અતિઉત્તમ ઔષધ માનવામાં આવ્યું છે. આંવળામાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આમળામાં સંતરા કરતા 20 ગણું વધારે વિટામિન-સી હોય છે.

 

વિટામિન-સીનો શ્રેષ્ઠ સોર્સ છે સંતરા

3/5
image

સંતરામાં ભરપૂર માત્રામાં વિટામિન-સી મળી રહે છે.  મીડિયમ સાઈઝના એક સંતરામાં 53.2 મિલીગ્રામ જેટલું વિટામિન-સી હોય છે.સંતરું ખાવાથી શર્દી-તાવ જેવી બીમારીઓ સામે પણ રક્ષણ મળી રહે છે. આ ફળ તમારી ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે.

કિવી ખાવાના ફાયદા

4/5
image

ઘરે બેઠાં બેઠાં પડીકા ખાવા, કે કોઈ ચટપટી વસ્તુઓનો નાસ્તો કરવો એના કરતા કિવી ને તમારા ડાઈટમાં સામેલ કરો. આ એવું ફળ છેકે,  શરીર માટે ખુબ જ લાભદાયક છે. એક કિવીમાં 83 મિલીગ્રામ વિટામિન-સી હોય છે. આ ઉપરાંત તેમાં અન્ય વિટામિન્સ પણ હોય છે.

(નોંધ- કોઈપણ ઉપાય કરતા પહેલાં નિષ્ણાત તબીબની સલાહ લેવી, ZEE 24 કલાક આ જાણકારી માટે કોઈ જવાબદારીનો દાવો નથી કરતું)

પોષક તત્ત્વોથી ભરપૂર અનાનસ

5/5
image

 ન્યૂટ્રિએન્ટ એટલેકે, પોષક તત્વોનું પાવર હાઉસ ગણાય છે અનાનસ. પાઈનેપલમાં ભરપૂર માત્રામાં વીટામીન-સી હોય છે. અને વીટામીન-સીને કારણે શરીરમાં ઈમ્યૂનિટી વધે છે. નિયમિત આ ફળ ખાવાથી ઘણો ફાયદો થાય છે. વાયરલ ઈન્ફેકશન રોકવામાં મદદ મળે છે.

(નોંધ- કોઈપણ ઉપાય કરતા પહેલાં નિષ્ણાત તબીબની સલાહ લેવી, ZEE 24 કલાક આ જાણકારી માટે કોઈ જવાબદારીનો દાવો નથી કરતું)