Vastu Tips: જો ઘરમાં કરોળિયાના જાળા હોય તો તરત જ સાફ કરી દો, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન
નવી દિલ્હીઃ મોટાભાગના લોકો પોતાના ઘરને સ્વચ્છ રાખે છે. આ માટે તેઓ રોજ કચરા-પોતા કરે છે. જોકે, ઘણીવાર જાણતા-અજાણતા કેટલીક વસ્તુઓ નજરઅંદાજ થઈ જાય છે. કરોળિયાના જાળા પણ આ પૈકીના એક છે. કરોળિયાના જાળા દિવાલના ખૂણામાં અથવા એવી જગ્યાએ હોય છે, જ્યાં સામાન્ય રીતે જલ્દી નજર નથી પડતી. વાસ્તુશાસ્ત્ર અનુસાર કરોળિયાના જાળાને અશુભ માનવામાં આવે છે. જો આ જાળા દેખાય તો તરત જ સાફ કરી લેવા જોઈએ, નહીંતર ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે.
જાળાને કારણે ઘરની આર્થિક પ્રગતિ અટકી જાય છે. વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સાથે ઘરના સભ્યોને માનસિક સમસ્યાઓ પણ થઈ શકે છે.
કરોળિયાના જાળા માનવ જીવન પર ખરાબ અસર કરે છે. તેમને ગરીબીનું સૂચક માનવામાં આવે છે. ઘરમાં જાળા હોવાને કારણે આર્થિક વૃદ્ધિ અટકી જાય છે અને ઘણીવાર ધનહાનિનો પણ સામનો કરવો પડે છે.
જો ઘરમાં જાળા હોય તો નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આવી સ્થિતિમાં, સમયાંતરે ઘરનાં ખૂણે ખૂણાની સફાઈ કરવી જોએ. નહીં તો ઘર અને પરિવારમાં હંમેશા નિરાશાનું વાતાવરણ રહે છે.
વાસ્તુ દોષ ઘરમાં જાળાના કારણે થાય છે. જેના કારણે ઘરના સભ્યો વચ્ચે મતભેદની સ્થિતિ શરૂ થઈ જાય છે. લોકો વચ્ચે મનભેદ થાય છે અને સંબંધો બગડવા લાગે છે.
જો તમે ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય કરવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા બધા જ જાળા સાફ કરી લો. જાળા હોવાના કારણે ધાર્મિક કાર્યોના શુભ ફળ પણ પ્રાપ્ત થતા નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે, ZEE NEWS આની પુષ્ટી કરતું નથી.)
Trending Photos