વલસાડથી છેક મહારાષ્ટ્રના પાલઘર સુધી ટ્રાફિક જામ, નેશનલ હાઈવે પર આ શું થઈ રહ્યું છે!

National Highway ઉમેશ પટેલ/વલસાડ : અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે સતત 12 કલાક સુધી ઠપ્પ રહ્યો. ગઈકાલે મહારાષ્ટ્રના પાલઘરમાં પીએમના કાર્યક્રમને લઈ મહારાષ્ટ્ર પોલીસે ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને કારણે નેશનલ હાઈવે પર કિલોમીટરો દૂર સુધી લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. સતત ધમધમતા નેશનલ હાઈવે પર વાહનોના થપ્પા લાગ્યા હતા. હાઇવે બંધ કરવાને કારણે સર્જાયેલી પરિસ્થિતિના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. આકાશી દ્રશ્યોમાં નેશનલ હાઈવે પર કિલોમીટરો દૂર સુધી ભારે વાહનોની કતારો લાગેલી જોઈ શકાય છે. હાઈવે શરૂ હાઇવે શરૂ થયાના કલાકો બાદ પણ ટ્રાફિક જામની અસર જોવા મળી છે. 

1/8
image

વલસાડ જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર ભારે વરસાદના કારણે મસ્ત મોટા ખાડા પડી ગયા છે. નેશનલ હાઇવે ઉપર ભારે ધુરની ડમરીઓ ઉડવાના કારણે હાઇવે ઉપર ઝીરો વિઝીબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વલસાડના વાઘલધરા ગામથી મહારાષ્ટ્રના પાલઘર સુધી નેશનલ હાઇવે 48 પર મસ્ત મોટા ખાડાઓના કારણે વાહનોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. તો સાથે અકસ્માત ની ઘટના અને વાહનોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. આ કારણે હાલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.

2/8
image

રાજ્ય અને દેશના સૌથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવેમાંનો એક એવો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પણ અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે. ભારે વરસાદને કારણે નેશનલ હાઈવેની હાલત ખરાબ થઈ ગઈ છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી મસમોટો ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે. તેના બદલામાં મળવી જોઇતી સુવિધાઓ નો અભાવ જોવા મળી રહ્યો છે.  

3/8
image

નેશનલ હાઈવેના રાખ રખાવ અને તેના રીપેરીંગમાં બેદરકારી દાખવવાને કારણે આજે વલસાડ તાલુકાના વાલધરા ગામથી મહારાષ્ટ્રના પાલઘર સુધી નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે. મહત્વપૂર્ણ છે કે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 સતત વાહનો થી ધમધમતો રહે છે.

4/8
image

નેશનલ હાઈવે હોવાથી હાઇવે પરથી નાના અને ભારે વાહનો પુરઝડપે પસાર થતા હોય છે. ત્યારે હાઈવે ની વચ્ચે મોટા ખાડાઓને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. સાથે હાઇવે ઉપર ભારે ધુરની ડમરીઓના કારણે નેશનલ હાઇવે ઉપર 0 વિઝીબિલિટીના કારણે પણ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.  

5/8
image

વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે 48 પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેને લઈ વાહનોમાં ખાના ખરાબી સર્જાય થઈ છે. સાથે હાઇવે ઉપર ધુરની ડમતી ઓ ઉડવાના કારણે વાહન ચાલકોને 0 વિઝીબિલિટી નો સામનો કરવાનો વારો આવ્યો છે. 

6/8
image

ઝીરો વિઝીબિલિટીના કારણે કેટલા વાહન ચાલકોના અકસ્માત પણ સર્જાયા છે. તો કેટલી જગ્યાઓ પર ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો છે. જેને લઈ અમદાવાદથી મુંબઈ જતા લોકોએ ભારે ટ્રાફિક જામને કલાકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવાનો વારો આવ્યો છે. ખાડાઓના કારણે વાહનોના ટાયર ફાટતા અકસ્માતની ઘટનાઓ થઈ રહી છે.

7/8
image

નેશનલ હાઇવે ઉપર પડેલા ખાડા હાઇવે ઓથોરિટી દ્રારા વહેલી તકે પુરવામાટે વાહન ચાલકો માંગ કરી રહ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે લાખો રૂપિયાના ટોલ લેતી હાઇવે ઓથોરીટી ક્યારે આ ખાડા પુરશે એ જોવું રહ્યું.  

8/8
image