બે દીકરીઓની છેડતી કરનાર નેમુદ્દીનનો સુરતમાં વરઘોડો નીકળ્યો! પોલીસે લંગડી રમતો કરી દીધો
Two Girls Molested In Surat: સુરત શહેરમાં શરમજનક ઘટના મંગળવારે બની હતી. સુરતમાં કાયદા અને વ્યવસ્થાનો ખૌફ ઉડી ગયો હોય તેમ સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સુરતના ઉધનામાં બે દીકરીઓ સાથે ધોળા દિવસે ખિલવાડ થતા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યાં એક યુવકે છેડતી કરી હતી. પરંતુ ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી બરાબરનો પાઠ ભણાવ્યો છે.
આજે (ગુરુવાર) સુરતના ઉધનામાં બાળકી સાથે છેડતી કરનાર આરોપીની સરેઆમ સરભરા કરવામાં આવી છે. આરોપી વિધર્મી નિમુદ્દીનનું સરઘસ કાઢવામાં આવ્યું અને જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી. આરોપીનો ભર બજારમાં આજે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે પોલીસે આરોપીને પકડવા માટે 700થી વધુ CCTVની તપાસ હાથ ધરી હતી. 5 જેટલી ટીમો શોધખોળમાં લાગી હતી.
તમને જણાવી દઈએ કે હજુ ગઈકાલે (બુધવાર) જ લવજેહાદીઓને રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ શાનમાં સમજી જવા સલાહ આપી હતી. ગૃહરાજ્યમંત્રીએ સ્પોટક અંદાજમાં કહ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈ પટેલનો દંડો લવજેહાદ સામે સક્રિય છે. ભોળી દિકરીઓને ષડયંત્ર રૂપે ફસાવવામાં આવે એની સામે પોલીસ લાલ આંખ કરે છે. અનેક દિકરીઓના માં-બાપ આ અંગે ફરિયાદ કરવા પણ આવતા નથી. માત્ર આરોપીને પકડીને ભૂલી જનારી ભૂપેન્દ્ર પટેલની સરકાર નથી.
ગૃહરાજ્ય મંત્રીએ છેલ્લે એક સલાહ આપતા જણાવ્યું હતું કે ગુનાની દુનિયામાં મોટું નામ રાખનારા લોકોએ માની લેવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, દાદાની સરકારમાં ભોળી દીકરીઓને ફસાવનારા આરોપીઓ ના બચવા જોઈએ. તેમને કાયદાનો જરા પણ ડર નથી, પરંતુ હવે તેમને ડર રાખવો પડશે. કારણ કે ગુજરાત પોલીસની મહેમાનગતિ કરતાં આરોપીઓની ચાલ બદલાઈ જાય છે. દોડ-ભાગ મચાવનારા ગુનેગારો સરખી રીતે ચાલી પણ નથી શક્તા. બેસી પણ નથી શક્તા.
શું હતી ઘટના
સુરતના ઉધનામાં આવેલી એક સોસાયટીના સીસીટીવી થયા વાયરલ અને આ વાયરલ સીસીટીવીએ ચકચાર મચાવી દીધી કેમકે આ સીસીટીવીમાં એક નરાધમ સગીરાઓની સરાજાહેર છેડતી કરતો દેખાઈ રહ્યો હતો. જેને શોધવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા અને આખરે તેને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે.
સુરતના ઉધના વિસ્તારમાં આઠમી ડિસેમ્બરના રોજ બે બાળકીની સાથે છેડતી થઈ હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે રીતે આ ગંભીર ઘટના બની હતી ત્યારબાદ ઉધના પોલીસ દોડતી થઈ ગઈ હતી આ મામલાની તપાસ કરતા ઉધના પોલીસે અંદાજિત 700થી વધુ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચી હતી અને આરોપી અરમાનની ધરપકડ કરી હતી સૌથી મહત્વની વાત એ છે કે અરમાનનો ડાબો હાથ થોડો વાંકો હોવાના કારણે પોલીસ તેની સુધી પહોંચી હતી.
જે રીતે સીસીટીવી સામે આવ્યા હતા તે જોતા પોલીસની કામગીરી ઉપર અને પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યાં હતા.. પોલીસે આ વિસ્તારના અલગ અલગ 700થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી,,આ દરમિયાન પોલીસે ઉન પાટીયા વિસ્તારમાં રહેતા આરોપી અરમાનના ઘર સુધી પહોંચી હતી પરંતુ અરમાન ઘરે મળ્યો ના હતો અને તેની સાથે રહેતા સાથીદારોની પૂછપરછ કરવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે તે ઉન પાટીયા નજીક બેઠો છે જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી અરમાનની ધરપકડ કરી હતી અરમાન અગાઉ ભાથેનાં વિસ્તારમાં કામ કરતો હતો અને ત્યારબાદ ઉનપાટીયા વિસ્તારમાં તે કામ કરતો હતો અરમાન ભાઠેના વિસ્તારથી વાંકેફ હતો.
તો આખરે નરાધમ પોલીસ સકંજામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે કેમકે જે પ્રકારે કોઈના પણ ડર વગર આ હેવાન યુવક યુવતિઓની છેડતી કરતો હતો તેને લઈને શહેરમાં મહિલા સુરક્ષા પર પણ સવાલો ઉભા થવા લાગ્યા હતા જો કે હાલ તો આ નરાધમને પકડીને તેના વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની શરુ કરી દેવાઈ છે.
Trending Photos