Family Tour: ફેમીલી ટૂર માટે સૌથી બેસ્ટ છે આ 5 જગ્યાઓ, લાઈફમાં એકવાર જરૂર કરજો આ અનુભવ

BEST PLACE FOR FAMILY TRIP: જો તમે પણ પરિવાર સાથે ક્યાંય ફરવા જવાનો પ્લાન કરી રહ્યાં હોવ તો ભારતની આ 5 જગ્યાઓ તમારા માટે બની શકે છે બેસ્ટ ડેસ્ટીનેશન. એવું કહેવાય છેકે, લાઈફમાં એકવાર તો પરિવાર સાથે આ જગ્યાઓની મુલાકાત જરૂર લેવી જોઈએ. દિલ ખુશ ખુશ થઈ જશે...આપણે બધા મોટાભાગે આપણા પરિવાર સાથે ક્યાંક ફરવાનો પ્લાન બનાવીએ છીએ, પરંતુ દરેક જગ્યા ફેમિલી ટ્રિપ માટે શ્રેષ્ઠ નથી હોતી, તો ચાલો આ આ આર્ટિકલમાં જાણીએ કે કઈ જગ્યાઓ ફેમિલી ટ્રિપ માટે ગણાય છે સૌથી બેસ્ટ....
 

મુન્નાર

1/5
image

તમે પરિવાર સાથે મુન્નાર પણ જઈ શકો છો. તમે મુન્નારમાં પરિવાર સાથે બોટિંગ, ગોલ્ફ, ટ્રેકિંગ જેવી ઘણી પ્રવૃત્તિઓ કરી શકો છો. અહીં તમે ચાના બગીચાઓની પણ મુલાકાત લઈ શકો છો.  

ઊટી

2/5
image

તમિલનાડુનું આ હિલ સ્ટેશન ફેમિલી ટ્રીપ માટે બેસ્ટ ઓપ્શન છે. તમિલનાડુની નીલગિરી પહાડીઓ પર આવેલું આ હિલ સ્ટેશન તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. અહીં તમે તમારા પરિવાર સાથે રોઝ ગાર્ડન, રેડ ગાર્ડન અને એમરાલ્ડ લેકની મુલાકાત લઈ શકો છો.

મનાલી

3/5
image

મનાલી ફેમિલી ટ્રિપ માટે પણ પરફેક્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સમાંનું એક છે. મનાલીમાં તમે સોલાંગ વેલી, રોહતાંગ પાસની મુલાકાત લઈ શકો છો, આ સિવાય તમે પેરાગ્લાઈડિંગ અને ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો.

રાજસ્થાન

4/5
image

રાજસ્થાનમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે તમારા પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. તમે રાજસ્થાનમાં પરિવાર સાથે જયપુર અને ઉદયપુર જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. તમે જયપુરમાં હવા મહેલ અને ઉદયપુરમાં ઘણા તળાવોની મુલાકાત લઈ શકો છો.

મહાબળેશ્વર

5/5
image

મહાબળેશ્વર ભારતનું એક સુંદર પર્યટન સ્થળ છે જે મહારાષ્ટ્રમાં આવેલું છે, અહીં તમે ચાઈનામન વોટરફોલ, લિંગમાલા વોટરફોલ, કનોટ પીક અને કોયના ખીણની મુલાકાત લઈ શકો છો.