Stocks to BUY: મજબૂત ફંડામેંટલવાળા 5 દમદાર Stocks, આસમાને પહોંચશે ભાવ

Stocks to BUY:  નિફ્ટી પહેલીવાર 23000 ને પાર ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયો છે. મોટાભાગના સ્ટોક્સમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. એવામાં ફંડામેન્ટલી મજબૂત સ્ટોક્સ પર ફોકસ કરવું જોઇએ. મોતીલાલ ઓસવાલે એવા જ 5 સ્ટોક્સને રોકાણકારો માટે સિલેક્ટ કર્યા છે. 

MTAR Technologies Share Price Target

1/5
image

MTAR Technologies માટે 2800 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ શેર 2140 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 2920 રૂપિયા છે. આ અઠવાડિયે તે 9 ટકા અને બે સપ્તાહમાં 20 ટકા ઉછળ્યો છે.

Polycab Share Price Target

2/5
image

કેબલ બનાવનાર કંપની Polycab ના શેર 6680 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહી છે. તેના માટે 7500 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 52 સપ્તાહની ઊંચી કિંમત 6843 રૂપિયા છે. એક સપ્તાહમાં 3 ટકા અને બે સપ્તાહમાં લગભગ 9 ટકાનો ઉછાળો આવ્યો છે.

ICICI Bank Share Price Target

3/5
image

પ્રાઇવેટ સેક્ટરના દિગ્ગજ ICICI Bank ના શેર 1130 રૂપિયાના સ્તર પર છે. 1300નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 52 સપ્તાહની ઊંચી કિંમત રૂ. 1170 છે. એક સપ્તાહમાં 2 ટકા અને બે સપ્તાહમાં 4 ટકાનો ઉછાળો આવ્યો છે.

Cipla Share Price Target

4/5
image

ફાર્મા દિગ્ગજ Cipla ના શેર 1485 રૂપિયાના સ્તર પર છે. 1720નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ સ્ટૉકની 52 સપ્તાહની ઊંચી સપાટી 1519 રૂપિયા છે. એક સપ્તાહમાં 6 ટકા અને બે સપ્તાહમાં 10 ટકાનો ઉછાળો આવ્યો છે.

HUL Share Price Target

5/5
image

એફએમસીજીની દિગ્ગજ હિંદુસ્તાન યૂનિલીવરના શેર 2360 રૂપિયાના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. 2900નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 2768 રૂપિયા છે.

 

(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્રારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)