Maruti Fronx થી Lamborghini Urus S સુધી, એપ્રિલમાં લોન્ચ થશે આ ધમાકેદાર કાર, જુઓ તસવીરો
Top 5 Upcoming Cars: એપ્રિલના મહિનામાં ઘણી કાર લોન્ચ થવા તૈયાર છે. તેમાં મારૂતિની નવી SUV-ક્રોસઓવર એસયૂવીથી લઈને Lamborghini Urus S સુધી, ઘણી લક્ઝરી કારો સામેલ છે. ચાલો તમને લોન્ચ થનારી ટોપ-5 કારો વિશે જણાવીએ.
Maruti Fronx
Maruti Fronx: મારૂતિની ફ્રોંક્સ એપ્રિલના પહેલાં કે બીજા સપ્તાહમાં લોન્ચ થઈ શકે છે. બલેનો-બેસ્ડ ક્રોસઓવરને ઓટો એક્સપો 2023માં શોકેસ કરવામાં આવી હતી. તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. તેની કિંમત આશરે 8 લાખ રૂપિયાથી શરૂ થાય છે. Fronx માં 1.2 લીટર પેટ્રોલ એન્જિન અને 1 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવશે.
MG Comet EV
MG Comet EV: આ મિડ એપ્રિલમાં લોન્ચ થઈ શકે છે. તેની કિંમત આશરે 9 લાખ રૂપિયાની આસપાસ શરૂ થઈ શકે છે. તેના એન્ટ્રી લેવલ વેરિએન્ટમાં 17.3kWh નું બેટરી પેક મળી શકે છે, જે સંભવિત રીતે 200 કિમીની રેન્જ ઓફર કરી શકે છે. તેના હાઈ-એન્ડ વેરિએન્ટમાં 26.7kWhનું બેટરી પેક આપી શકાય છે.
Lamborghini Urus S
Lamborghini Urus S: ફેસલિફ્ટેડ ઉરૂસનું એપ્રિલમાં ડેબ્યૂ થશે, તેને એસ વેરિએન્ટના રૂપમાં રજૂ કરવામાં આવશે. તેમાં 4.4 લીટર ટ્વિન ટર્બો V8 (666PS) એન્જિન મળશે. તે માત્ર 3.7 સેકેન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિકલાકની ગતિ પડકી શકે છે.
Mercedes AMG GT S E Performance
Mercedes AMG GT S E Performance: ભારતમાં એપ્રિલમાં આ કાર ડેબ્યૂ કરી શકે છે. તે 4 લીટર ટ્વિન ટર્બો V8 એન્જિનની સાથે આવશે, જે 639PS અને 900Nm જનરેટ કરી શકે છે. તેનું હાઇબ્રિડ સેટઅપ 843PS અને 1470Nm જનરેટ કરી શકે છે.
Lexus New Gen RX
Lexus New Gen RX: આ અપકમિંગ D2-સેગમેન્ટ SUV એપ્રિલમાં આવી શકે છે. તેની કિંમત 1 કરોડ રૂપિયાથી અને 1.15 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે.
Trending Photos