Photos : જવાહરલાલ નહેરુની એ બહેન, જેમણે કર્યો હતો ભત્રીજી ઈન્દિરા ગાંધીનો વિરોધ
નવી દિલ્હી : વિજય લક્ષ્મી પંડિતનો જન્મ ભારતના પ્રતિષ્ઠિત રાજનીતિક પરિવારમાં થયો હતો. વિજયા લક્ષ્મી પંડિતનો જન્મ 18 ઓગસ્ટ 1900ના રોજ, મોતીલાલ નહેરુના પરિવારમાં થયો હતો. આજે વિજય લક્ષ્મી પંડિતની જન્મજયંતી છે. જેટલો જ રોલ જવાહર લાલ નહેરુનો રોલ જેટલો દેશ માટે મહત્વનો રહ્યો હતો, તેટલું જ યોગદાન વિજય લક્ષ્મી પંડિતનો રહ્યો છે. આજના રોજ 1970ના વર્ષે વિજય લક્ષ્મી પંડિતનું 90 વર્ષની ઉંમરમાં દેહાંત થયું હતું. જાણો કેવું હતું તેમનું વ્યક્તિત્વ.
વિજય લક્ષ્મી પંડિતનું અસલી નામ સ્વરૂપ કુમારી નહેરુ હતું. તેમના પિતા મોતીલાલ નહેરુ સ્વતંત્રતા સેનાની અને જાણીતા વકીલ હતા. તેમના મોટા ભાઈ જવાહરલાલ નહેરુ દેશના પહેલા વડાપ્રધાન હતા. 1921માં રંજિત સીતારામ પંડિત સાથે લગ્ન બાદ તેમનું નામ બદલીને વિજય લક્ષ્મી પંડિત થઈ ગયું.
ભારતને આઝાદી મળ્યા બાદ વિજય લક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય પ્રતિનિધિ મંડળની સદસ્ય નિયુક્તિ થયા હતા. વિજય લક્ષ્મી પંડિત રશિયા અને બ્રિટન જેવા દેશોમાં ભારતની રાજદૂત રહી. 1953માં તે સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીની અધ્યક્ષ બની. આ પદ પર ભારતનું સ્થાન જમાવનારી તે પહેલી મહિલા હતી. વિજય લક્ષ્મી પંડિત 1962થી 1964 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ રહ્યા હતા. 1964માં જવાહર લાલ નહેરુના નિધન બાદ ખાલી થયેલી યુપીની ફુલપુર લોકસભા સીટથી ઈલેક્શન લડ્યા બાદ જીતીને સંસદ પહોંચ્યા હતા.
1975માં પોતાની ભત્રીજી ઈન્દિરા ગાંધી દ્વારા લગાવવામાં આવેલ ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો. આ કારણે ઈન્દિરા સાથે તેમના સંબંધ હંમેશા માટે બગડ્યા હતા. વિજય લક્ષ્મી પંડિતે 1977માં પોતાના પિતા અને ભાઈની પાર્ટી કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. ધ ઈવોલ્યુશન ઓફ ઈન્ડિયા અને ધ સ્કોપ ઓફ હેપ્પીનેસ, અ પર્સનલ મેમોયર તેમના દ્વારા લખાયેલ ફેમસ પુસ્તકો છે. વિજય લક્ષ્મી પંડિતને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. તેમની દીકરી નયનતારા સહેગલ પ્રસિદ્ધ લેખિકા છે.
Trending Photos