લાંબા અને ભરાવદાર વાળ જોઈતા હોય તો આ રીતે કરો કપૂરનો ઉપયોગ

લાંબા અને ભરાવદાર વાળનું સપનું દરેકનું હોય છે. પરંતુ આજકાલની આ વ્યસ્ત જિંદગી અને અનહેલ્ધી ખાણીપીણીના કારણે વાળ ખરવાની સમસ્યા સમય પહેલા શરૂ થઈ ગઈ છે. આવામાં તમે પણ વાળને લાંબા અને ભરાવદાર બનાવવા માટે કપૂરનો ઉપયોગ કરી શકો છો. 

1/5
image

લાંબા અને ભરાવદાર વાળ મેળવવા માટે તમે કપૂરને નારિયેળના તેલ સાથે મિલાવીને લગાવો. આ બંને ચીજોને તમે બરાબર પ્રમાણમાં એક વાટકીમાં ભેળવી લો અને પછી પોતાના વાળમાં તેને લગાવીને સારી રીતે વાળ અને સ્કલ્પની માલિશ કરો. 

2/5
image

તમે વાળમાં કપૂરને ઈંડા સાથે ભેળવીને લગાવી શકો છો. તમે બંને ચીજોને સારી રીતે ભેળવીને તેનું મિશ્રણ તૈયાર કરી લો. ત્યારબાદ તેને તમારા વાળમાં લગાવીને લગભગ 15થી 20 મિનિટ માટે રહેવા દો.   

3/5
image

કપૂરને તમે સરસવના તેલમાં ભેળવીને તમારા વાળમાં લગાવી લો. તેને વાળમાં લગાવવાથી તમારા વાળ ગાઢ અને મજબૂત બનશે. આ સાથે તેના ઉપયોગથી તમારા વાળ નેચરલી કાળા પણ રહે છે. 

4/5
image

જો તમે તમારા વાળમાં કપૂર અને મહેંદીને સારી રીતે ભેળવીને લગાવશો તો તેનાથી તમારા વાળ ગાઢ અને લાંબા થાય છે. તમને સફેદ વાળની સમસ્યામાંથી પણ રાહત રહે છે. 

5/5
image

વાળને જલદી વધારવા માટે તમે જૈતુનના તેલ સાથે કપૂરને ભેળવીને લગાવી શકો છો. તેનાથી તમારા વાળ લાંબા તો થાય છે સાથે સાથે તે તમારા વાળ સંલગ્ન સમસ્યાઓને દૂર કરવામાં પણ અસરદાર માનવામાં આવે છે. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)