પતિ-પત્ની વચ્ચે વારંવાર થતા ઝગડા માટે જવાબદાર છે વાસ્તુ દોષ, જાણો કઈ રીતે મળશે છૂટકારો

પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર અને અતૂટ હોય છે. દરેક પરિણીત વ્યક્તિ ઈચ્છે છે કે તેનું લગ્નજીવન સુખી અને આનંદમય રહે. પરંતુ પતિ-પત્ની વચ્ચે બિનજરૂરી લડાઈ અને ઝઘડા થાય છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું કહેવું છે કે ઘરમાં વાસ્તુ દોષ હોવાના કારણે પતિ-પત્ની વચ્ચે બોલાચાલીથી લઈને છૂટાછેડા સુધીની સ્થિતિ ઉભી થઈ જાય છે. આવી સ્થિતિમાં આપણે જાણીએ કે વિવાહિત જીવનમાં કલેશ દૂર કરવા માટે વાસ્તુ અનુસાર કયા ઉપાય કરવા જોઈએ.

ભગવાન શિવ અને પાર્વતીની પૂજા

1/5
image

જો પતિ-પત્ની વચ્ચે સતત લડાઈ-ઝગડા વધી રહ્યા છે તો ઘરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિની સામે દરરોજ ઘીના દીવા પ્રગટાવો. ત્યારબાદ શિવ ચાલીસાના પાઠ કરો.

રાધા-કૃષ્ણની તસવીર

2/5
image

દામ્પત્ય જીવનને મધુર રાખવા માટે બેડરૂમમાં રાધા-કૃષ્ણની મૂર્તિ લગાવો. તેમજ રૂમના વાસ્તુ દોષોને દૂર કરવા માટે દરવાજા પર ઘી સાથે સિંદૂર મિક્સ કરીને લગાવો.

કન્યા ભોજન

3/5
image

પતિ-પત્નીના સંબંધને મજબૂત કરવા શુક્લ પક્ષમાં કોઈપણ શુક્રવારે કન્યાને ભોજન કરાવો. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચેના પરસ્પર વિવાદ દૂર થાય છે.

દરવાજા તરફ ન રાખો પગ

4/5
image

વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ-પત્નીમાંથી કોઈએ પણ સૂતી વખતે રૂમના દરવાજા તરફ પગ ન રાખવા જોઈએ. ખાસ કરીને પગ દક્ષિણ દિશા તરફ બિલકુલ ન હોવા જોઈએ.

પીપળાના ઝાડ નીચે દીવો

5/5
image

ગુરુવારે સાંજે પીપળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી સંબંધોમાં પ્રેમ અને સુખ અને શાંતિ આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)