PHOTOS: Bollywood Celebs જે પોતાની સાવકી માને જીવથી પણ વધુ પ્રેમ કરે છે, જબરદસ્ત છે બોન્ડિંગ

ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝ (Bollywood celebrities) એવા છે કે જેના પિતાએ બીજા લગ્ન કર્યા અને તેમના બાળકોએ નવી એટલે કે સાવકી માતાને પણ એટલો જ પ્રેમ આપ્યો કે જેટલો તે પોતાની માતાને કરે છે. આમા કેટલાક સેલિબ્રિટીઝ એવા પણ છે કે જેમને પોતાની નવી માતાને સરળતાથી નથી અપનાવી પછી જ્યારે અપનાવ્યા બાદ પોતાની માતાની જેમ જ પ્રેમ કરવા લાગ્યા.

બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં કેટલાય નામચીન સ્ટાર્સ પોતાની પહેલી વાઈફ હોવા છતા બીજા લગ્ન કર્યા છે. લગ્ન પછી આ સ્ટાર્સ પોતાની જવાબદારીઓથી બચ્યા નથી. પોતાનબાળકોની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું. આ નવી માતાઓએ પણ પોતાના સાવકા બાળકોની સાથે હંમેશા પ્રેમ અને મિત્રતાનો સબંધ રાખ્યો. આ જ કારણ છે કે બોલીવુડ સેલિબ્રિટીઝ પોતાની સાવકી માતાને પણ પોતાની સગી માતાની જેમ પ્રેમ કરે છે.

બોલીવુડ સેલિબ્રિટીઝના દિલને સ્પર્શી જાય તેવા સબંધો

1/8
image

બોલીવુડ સેલિબ્રિટીઝ (Bollywood celebrities) પોતાની સાવકી માતાને પોતાની સગી માતાની જેમ પ્રેમ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેટલીક સાવકી માતાઓએ તેના સાવકા બાળકને બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં જવા માટે ખૂબ મદદ કરી છે. આવો જોઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં.

કિરણ રાવ અને આયરા-જુનેદ વચ્ચે છે પ્રેમનો સબંધ

2/8
image

બોલીવુડ એક્ટર આમિર ખાને પોતાની પહેલી પત્ની રીનાને છૂટાછેડા આપી કિરણ રાવ સાથે લગ્ન કર્યા. રીનાને છૂટાછેડા આપ્યા ત્યારે આમિર ખાનના બાળકો આઈરા અને જુનેદ બન્ને નાના હતા. આમિર ખાને તેમની જવાબદારીનો નિભાવી અને ખાસ વાત એ છે કે બીજા લગ્ન પછી પણ કિરણે પણ આમિર ખાનના બાળકો સાથે માતા જેવો જ વ્યવહાર કર્યો. આજ કારણ છે કે આજે કિરણ રાવ અને આયરા અને જુનૈદના સંબંધો સારા છે અને બન્ને કેટલીયે વાર કિરણ રાવ સાથે સાર્વજનિક જગ્યા પર જોવા મળ્યા છે.

પૂજા ભટ્ટે સોની રાજદાનને પહેલા કરી હતી નફરત, પછી કર્યો પ્રેમ

3/8
image

બોલીવુડ અભિનેત્રી અને હવે નિર્દેશક પૂજા ભટ્ટે પોતાની નવી માતા એટલે કે સોની રાજદાનને પહેલા તો ખૂબ નફરત કરી કેમકે તેમને લાગતુ હતું કે રાજદાને પૂજાના પપ્પાને પૂજા પાસેથી લઈ લીધા. નિર્દેશક મહેશ ભટ્ટે પ્રથમ લગ્ન 1970માં લોરેન બ્રાઈટ (કિરણ ભટ્ટ) સાથે કર્યા હતા. આ લગ્ન 20 વર્ષ પછી તૂટી ગયા હતા. મહેશ ભટ્ટે જ્યારે સોની રાજદાન સાથે લગ્ન કર્યા તો પૂજા ખૂબ ગુસ્સામાં હતી પરંતુ તેની માતા લોરેને તેની સમજાવી કે પિતા ખરાબ નથી તેમને લગ્ન બીજી કોઈ સ્ત્રી સાથે કરી લીધા શું ફરક પડે છે. ત્યારબાદ પૂજાએ સોની રાજદાન સાથે વાતચીત શરૂ કરી અને સોનીએ પણ પૂજાને ખૂબ પ્રેમ આપ્યો. બન્નેમાં સારી બોન્ડિંગ થઈ ગઈ અને આલિયા સાથે પણ પૂજાના સબંધો ખૂબ ખાસ છે.

કરીના કપૂર અને સારા અલી ખાન વચ્ચે છે સારી મિત્રતા

4/8
image

અભિનેત્રી સારા અલી ખાન પોતાની સાવકી માતા કરીના કપૂર ખાન સાથે વારંવાર જોવા મળે છે. આ બન્ને વચ્ચે માતા અને પુત્રીથી પણ વધારે મિત્રતાના સબંધ છે. સારાએ બોલીવુડમાં એન્ટ્રી કરી તે પહેલા કરીનાએ સારાને કેટલીયે ટિપ્સ આપી હતી જે સારાને ખૂબ કામમાં લાગી. આ વાત ખૂદ સારાએ જણાવી હતી. બોલીવુડ અભિનેતા સેફ અલી ખાને પહેલા અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા અને સારા અલી ખાન તથા ઈબ્રાહિમ તેમના જ બાળકો છે. આ બન્ને બાળકોએ તેમની નવી માતાને પણ એટલો જ પ્રેમ અને સમ્માન આપ્યું છે જેટલું તે પોતાની સગી માતાને આપે છે.

શાહિદ કપૂર એને સુપ્રિયા પાઠક વચ્ચે ખાસ સબંધ છે

5/8
image

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર બોલીવુડના ફેમસ એક્ટર પંકજ કપૂરના પુત્ર છે. પંકજ કપૂરે પણ બે લગ્ન કર્યા છે. પંકજ કપૂરના પહેલી પત્ની નીલિમા અઝીમ છે અને શાહિદ કપૂર તેમનો જ પુત્ર છે. પંકજ કપૂરની બીજી પત્ની સુપ્રિયા પાઠક છે. શાહિદ કપૂરનો તેની સાવકી માતા સાથે સબંધ તેની સગી માતા જેવો જ છે. શાહિદ સુપ્રિયા પાઠકની સાથે કેટલીયે વખત સાર્વજનિક સ્ટેજ પર જોવા મળ્યા. સુપ્રિયા શાહિદના બાળકો સાથે પણ ખૂબ ફ્રેન્ડલી રહે છે.

ફરહાન અખતર અને શબાના આઝમીની બોન્ડિંગ

6/8
image

અભિનેતા અને નિર્માતા ફરહાન અખતરના પિતા અને ગીતકાર જાવેદ અખતરે અભિનેત્રી શબાના આઝમી સાથે બીજા લગ્ન કર્યા. શબાનાના પોતાને કોઈ બાળક નથી પરંતુ ફરહાન અને ઝોયા અખતર શબાનાને આ વાતની અનુભૂતિ નથી થવા દેતા.

સલમાન ખાન અને હેલન વચ્ચે પણ છે માતા-પુત્રના સબંધ

7/8
image

બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનના પિતા સલીમ ખાને બે લગ્ન કર્યા. સલીમ અલીને પ્રથમ પત્ની સુશીલા ચરક હતી. સલમાન, સોહેલ અને સોહેબ તેમના જ પુત્રો છે. હેલન સલીમ ખાનની બીજી પત્ની છે. સલમાન અને તેમનો ભાઈ તેમની સગી માતાની જેમ જ હેલનને પ્રેમ કરે છે.

સની દેઓલ અને હેમા માલિની વચ્ચે પણ સબંધ સારા છે

8/8
image

બોલીવુડના હીમેન ધર્મેન્દ્રએ બે લગ્ન કર્યા. ધમેન્દ્રની પહેલી પત્નીને સની, બોબી અને અભય આ ત્રણ બાળકો હતા. ધમેન્દ્રએ બીજા લગ્ન હેમા માલિની સાથે કર્યા. હેમામાલિનીને બે પુત્રી છે. હેમા માલિની અને સની વચ્ચે પહેલાતો સબંધ સારા ન હતા પરંતુ સમયની સાથે બન્ને વચ્ચેનું અંતર હટી ગયું. હવે બન્ને વચ્ચે સારા સબંધો છે.એક વખત હેમા માલિનીનો અકસ્માત થયો હતો. અકસ્માત બાદ હેમા માલિની હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે સૌથી પહેલાં સની ત્યાં પહોંચ્યા હતા.