Heart અને Immunity માટે વરદાન છે આ 5 વસ્તુ, ડાયટમાં સામેલ કરો અને જુઓ કમાલ
Good Food For Heart: એન્ટી ઓક્સીડંટ કંપાઉંડ એ હોય છે જે સેલ્સને ફ્રી રેડિકલ્સથી થતા ડેમેજથી બચાવે છે. જ્યારે ફ્રી રેડિકલ્સ શરીરમાં જામી જાય છે તો તે ઓક્સીડેટિવ સ્ટ્રેસ વધારે છે જે હાર્ટની બીમારી, કેન્સર અને ઈમ્યૂન સિસ્ટમને નબળી બનાવે છે. તેવામાં આ 5 વસ્તુ એવી છે જેને ડાયટમાં સામેલ કરવાથી આ સમસ્યા થતી નથી અને હાર્ટ હેલ્ધી રહે છે.
બેરીઝ
રીસર્ચમાં સાબિત થયું છે કે બેરીઝનું સેવન કરવાથી બ્લડ પ્રેશર, સોજા અને હાઈ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરવામાં મદદ મળે છે. તે હાર્ટની હેલ્થ સારી રાખે છે. બેરીમાં વિટામિન સી પણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
લીલા શાકભાજી
લીલા પાંદડાવાળા શાકભાજી જેમકે વિટામીન્સ, બીટા-કેરોટીન જેવા એન્ટી ઓકિસડન્ટથી સમૃદ્ધ હોય છે જે ફ્રી રેડિકલથી થતા નુકસાન સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. લીલા શાકભાજીમાં નાઈટ્રિક ઓક્સાઈડ પણ હોય છે જે બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરી શકે છે.
નટ્સ
બદામ, અખરોટ અને પિસ્તા જેવા નટ્સ એન્ટી ઓકિસડન્ટ તત્વો, હેલ્ધી ફેટ અને ફાઇબરથી ભરપુર હોય છે જે તેમને તંદુરસ્તી માટે ઉત્તમ વિકલ્પ છે. નટ્સમાં વિટામીન E પણ હોય છે, જે હૃદય રોગથી બચાવ કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઈડ્સ હોય છે, જે ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે રક્ષણ કરે છે. ફ્લેવોનોઈડ્સ બળતરા ઘટાડે છે અને રક્ત પ્રવાહમાં સુધારો કરે છે. તે બ્લડ પ્રેશર ઘટાડવા માટે પણ ઉત્તમ છે.
ખાટા ફળ
નારંગી, દ્રાક્ષ અને લીંબુ જેવા ખાટાં ફળો વિટામિન સીથી સમૃદ્ધ હોય છે જે એક રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે બ્લડપ્રેશર કંટ્રોલ કરે છે અને હાર્ટને હેલ્ધી રાખે છે.
Trending Photos