શ્રીકૃષ્ણને પ્રિય છે આ 4 રાશિઓ, જન્માષ્ટમી પર થશે વિશેષ કૃપા, ધન-સંપત્તિ અને પ્રતિષ્ઠામાં થશે વધારો

Lord Krishna Favourite Zodiac Sign: હિન્દુ ગ્રંથોમાં કેટલીક એવી રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ભગવાન શ્રીકૃષ્ણને અત્યંત પ્રિય છે. જાણો 12 રાશિઓમાંથી કઈ રાશિઓ શ્રીકૃષ્ણને સૌથી વધુ પ્રિય છે. 

જન્માષ્ટમી

1/6
image

દર વર્ષે શ્રાવણ મહિનાની વદ આઠમના દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તેને શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના નામથી પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ તહેવારની ઉજવણી બે દિવસ કરવામાં આવે છે. પહેલા દિવસે ગૃહસ્થ અને બીજા દિવસે વૈષ્ણવ સંપ્રદાયના લોકો જન્માષ્ટમીની ઉજવણી કરે છે. આ વખતે 26 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી થશે. જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિઓનો ઉલ્લેખ છે. દરેક રાશિ પર કોઈને કોઈ દેવ-દેવતાની વિશેષ કૃપા રહે છે. જન્માષ્ટમીના પાવન પર્વ પર જાણીએ કઈ રાશિઓ પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહે છે.

ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય રાશિઓ (વૃષભ રાશિ)

2/6
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિ ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય રાશિઓમાંથી એક છે. કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણની કૃપાથી આ રાશિના લોકોને પ્રગતિ અને સફળતા મળે છે. આ રાશિના જાતકો મુશ્કેલ પરિસ્થિતિને પણ સરળતાથી સંભાળી લે છે.

કર્ક રાશિ

3/6
image

કર્ક રાશિના જાતકો પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા રહે છે. જ્યોતિષ અનુસાર આ રાશિના જે લોકો નિયમિત રૂપે શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના કરે છે, તેને જીવનમાં કોઈ જાતની કમી રહેતી નથી. 

સિંહ રાશિ

4/6
image

ભગવાન શ્રીકૃષ્ણને સિંહ રાશિ અતિપ્રિય છે. આ રાશિના જાતકો સાહસી તથા પરાક્રમી હોય છે. કહેવામાં આવે છે કે નિયમિત રૂપથી કૃષ્ણ ઉપાસના કરવાથી આ રાશિના જાતકોને દરેક કાર્યોમાં સફળતા થાય છે. અટવાયેલા કામ થવા લાગે છે.

તુલા રાશિ

5/6
image

તુલા રાશિના જાતકો પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા દ્રષ્ટિ રહે છે. આ શ્રીકૃષ્ણની પ્રિય રાશિઓમાંથી એક છે. કહેવામાં આવે છે કે આ રાશિના જાતકોને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.  

ડિસ્ક્લેમર

6/6
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.