Ganot Dhara Law: ગુજરાતમાં લાખોની જમીનના ભાવ કરોડોમાં પહોંચશે, સરકાર બદલી રહી છે નિયમો

Gujarat Land News: આગામી દિવસોમાં ગુજરાતમાં જમીનોના ભાવ વધવાના છે. ગુજરાત સરકાર ગણોતધારા કાયદામાં ધરખમ ફેરફારો કરવા જઈ રહી છે. જેને પગલે લાખોની જમીનના ભાવ કરોડોમાં પહોંચે તો નવાઈ નહીં. અત્યારસુધી કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતો ન હતો. ખેતીની જમીન ખરીદવી હોય તો ખેડૂત ખાતેદાર હોવું એ ફરજિયાત હતું પણ સરકાર ગણોતધારા કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. જેને પગલે કરોડપતિ લોકો જમીનની ખરીદી કરી ખેડૂત બનવા માટે ઘસારો કરશે. જેને પગલે ખેતીના ભાવ ઉંચકાઈ શકે છે. જમીન ધારકો માટે આ સૌથી મોટા સમાચાર છે. 

લોકસભાની ચૂંટણી પછી..

1/5
image

ત્રણ મહિના પહેલાં જ સરકારે આ સંદર્ભમાં એક કમિટી બનાવી દીધી છે. સરકાર કોઈ પણ સંજોગોમાં નિયમોને હળવા કરવા માગે છે. દેશમાં સૌથી વધારે કડક કાયદા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. અત્યારસુધી બિન ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતો ન હતો. હવે આ નિયમો સરળ બની રહ્યાં છે. સરકાર જૂની શરતની અને નવી શરતની જમીનની હાલની વ્યવસ્થાને સરળ કરી દેવા માટે નવા આયોજનો કરી રહી છે. અન્ય રાજ્યોની સ્થિતિનો અભ્યાસ કરવા અધિકારીઓને ગુજરાત બહાર મોકલાયા છે. એટલુ જ નહી, જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તખ્તો પણ ઘડાઈ રહ્યો છે. કમિટી આગામી મહિને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે. ત્યાર બાદ એટલે કે, લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં હાલના ગણોતધારાના કાયદામાં આમુલ ફેરફારો નિશ્ચિત દેખાઈ રહ્યાં છે. સરકારે કાયદામાં ફેરફાર કર્યો તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે, ગુજરાત સરકારે કવાયત શરૂ કરી છે. ગુજરાતમાં હાલના ગણોતધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા માટેની કવાયત તેજ થઈ છે. 

હાલમાં જૂની અને નવી શરતમાં છે અલગ કાયદો

2/5
image

તમારી જમીનના ભાવ એ પર આધાર રાખે છે કે તમારી પાસે જમીન કઈ છે. જો તમારી પાસે જૂની શરતની જમીન હશે તો તેના રોકડા આપવા માટે લોકો તૈયાર હોય છે. આ જમીનનું પ્રિમિયમ ભરવામાં પણ નાગરીકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે. જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલાનો મલાઈ ખાવાની મજા પડી ગઈ છે. બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી. કેમ કે ખેડૂતો પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે. ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી. 

જંત્રીના આધારે ભરવું પડે છે પ્રિમીયમ

3/5
image

સરકારે જો કાયદામાં ફેરફાર કર્યો તો કોઈ પણ વ્યક્તિ ખેડૂત પાસેથી જમીન ખરીદી શકશે એટલે જમીનોના ભાવમાં જોરદાર વધારો થવાની સંભાવના છે. અત્યારસુધી જો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌ પ્રથમ તેને બિનખેતી કરવી પડે. જેમાં કુલ જમીનના જંત્રીના 35થી 40 ટકા જેટલુ સરકારને પ્રિમિયમ ભરવું પડે છે. અન્ય કેટલોક ખર્ચ પણ થાય છે. ત્યાર બાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈપણ વ્યક્તિને વેચી શકાય છે. આ સ્થિતિમાં મોટાભાગે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે. જો આ ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે. હાલના જમીનના કાયદામાં ફેરફારો એ રીતે કરાશે કે જેથી સરકારને પ્રિમિયમની આવકમાં કોઈ ફેર તો ન જ પડે પણ તેની આવક પણ વધી જશે.

જમીનોના ભાવ વધશે

4/5
image

ગુજરાતના કરોડપતિઓ અને બિલ્ડરો એ પણ જમીન ખરીદીના નિયમોને હળવા બનાવવા માટે અનેકવાર રજૂઆતો કરી છે. જેઓ ખેતીની જમીનને બિન ખેતી કરવામાં પડતી મુશ્કેલીઓનો ઉકેલ કાઢવા માગે છે. આ મામલે સીએમને પણ અનેકવાર રજૂઆતો થઈ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ બિલ્ડર હોવાથી આ સમસ્યાને સારી રીતે સમજે છે. જો જમીન કોઈ પણ ખરીદશે તો ખરીદનારને ભાંજગડ ઓછી થશે અને વેચનારને ભાવ મળી રહેશે.  આ વખતે સરકારે પણ કોઈ ઠોસ પગલાં ભરવાનું મન બનાવી લીધું છે. જેથી સરકારે ત્રણથી ચાર મહિના પહેલા જ નિવૃત્ત મહેસુલ સચિવ સી એલ મીનાના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે. જે કમિટીના રિપોર્ટને આધારે નવા નિર્ણયો લેવાશે. 

કાયદામાં ફેરફાર

5/5
image

તમને યકીન નહીં થાય પણ. હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે. જિલ્લાના અધિકારીઓ પાસેથી મીના ફીડબેક લઈ રહ્યા છે. કઈ કઈ કલમો વધારે કડક છે, તેમા હવે કેવા ફેરફારો કઈ શકાય, હાલમાં જૂની શરતની જમીનને નવી શરતમાં ફેરવવા માટે કેટલી અરજીઓ આવી રહી છે, તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે, તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે. જો સરકારે આ કાયદામાં ફેરફાર કર્યો તો જમીનના ભાવોમાં મોટો વધારે થાય તો નવાઈ નહીં.