ખુબ જ 'છૂપું રૂસ્તમ' વ્યક્તિત્વ છે નોએલ ટાટાનું, જેમને મળી છે ટાટા ટ્રસ્ટની કમાન, તેમના વિશે જાણી દંગ રહી જશો

નોએલ ટાટા ચાર દાયકા કરતા વધ સમયથી ટાટા સમૂહ સાથે જોડાયેલા છે. નોએલ ટાટા પાસે આયરિશ સિટીઝનશીપ છે. તેમણે પલોનજી મિસ્ત્રીની પુત્રી Aloo મિસ્ત્રી સાથે લગ્ન કર્યા છે. 

new Tata Trusts Chairman

1/6
image

રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રતન ટાટાની છત્રછાયામાં મોટેભાગે કામ કર્યા બાદ 67 વર્ષના નોએલને હવે ટાટા ટ્રસ્ટ્સનું નેતૃત્વ કરવાની જવાબદારી મળશે. આ ટ્રસ્ટમાં રતન ટાટા ટ્રસ્ટ એન્ડ અલાઈડ ટ્રસ્ટ્સ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ એન્ડ અલાઈડ ટ્રસ્ટ સામેલ છે. જેમની પાસે ટાટા સન્સની 66 ટકા ભાગીદારી છે.   

2/6
image

બુધવારે 9 ઓક્ટોબરે 86 વર્ષની વયે રતન ટાટાનું નિધન થયું હતું. ત્યારબાદ ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન પદ માટે  તેમના વારસદારની શોધ શરૂ થઈ અને શુક્રવારે મુંબઈમાં થયેલી એક બેઠક બાદ નોએલ ટાટાના નામ પર અંતિમ મહોર લાગી. 

3/6
image

નોએલ ટાટા ચાર દાયકાથી વધુ સમયથી ટાટા સમૂહ સાથે જોડાયેલા છે અને ધીરે ધીરે ટાટા ગ્રુપમાં પોતાનું કદ વધારી રહ્યા છે. નવલ એચ ટાટા અને સિમોન એન ટાટાના પુત્ર નોએલ ટાટા હાલમાં ટાટા સમૂહની વિવિધ કંપનીઓના બોર્ડ ઓફ ડાયરેસ્ટર્સનો ભાગ છે. તેઓ ટ્રેન્ટ, ટાટા ઈન્ટરનેશનલ લિમિટેડ, વોલ્ટાસ અને ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના ચેરમેન અને ટાટા સ્ટીલ તથા ટાઈટન કંપની લિમિટેડના વાઈસ ચેરમેન છે. 

4/6
image

નોએલ ટાટાનો ટાટા પરિવાર સાથે ગાઢ સંબંધ રહ્યો છે. નોએલ ટાટાએ બ્રિટિશ સ્થિત સસેક્સ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત તેમણે ગ્લોબલ બિઝનેસ સ્કૂલ INSEAD થી ઈન્ટરનેશનલ એક્ઝીક્યુટિવ   પ્રોગ્રામ  (IEP) પૂરો કર્યો છે. નોએલ આ અગાઉ યુકેની કંપની નેસ્લે સાથે કામ કરી ચૂક્યા છે.   

5/6
image

નોએલ ટાટા પાસે આયરિશ સિટિઝનશીપ છે. તેમણે પલોનજી મિસ્ત્રીની પુત્રી Aloo મિસ્ત્રી સાથે લગ્ન કર્યા છે. પલોનજી મિસ્ત્રી ટાટા સન્સના સૌથી મોટા શેરહોલ્ડર્સમાંથી એક છે. નોએલ ટાટાના ત્રણ બાળકો છે, લિઆ, માયા અને નેવિલ. નોએલ ટાટા લો પ્રોફિટ લીડરશીપ સ્ટાઈલ માટે જાણીતા છે. 

6/6
image

ટાટા ગ્રુપની રિટેલ કંપનીઓના વિસ્તારમાં નોએલ ટાટાની મહત્વની ભૂમિકા મનાય છે. તેમની લીડરશીપ હેઠળ ટ્રેન્ટનો વિસ્તાર થયો અને હવે ટાટા સમૂહ Zara અને Massimo Dutti જેવી વૈશ્વિક બ્રાન્ડો ઉપરાંત વેસ્ટસાઈડ, સ્ટાર બઝાર, અને ઝૂડિયો જેવી બ્રાન્ડ્સને મેનેજ કરી રહ્યા છે.