'Taarak Mehta...' ના પોપટલાલ વિશે થયો જબરદસ્ત ખુલાસો, જાણીને વિશ્વાસ નહીં કરી શકો

શ્યામ પાઠક શોમાં એક બેચલર પત્રકારની ભૂમિકા ભજવી રહ્યા છે. શ્યામ સંબંધિત કેટલીક ખાસ વાતો અહીં તમને જણાવીએ છીએ...

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવી સીરિયલ છે કે જેના દરેક પાત્રએ ચાહકોના હ્રદયમાં જગ્યા બનાવી છે. આ શો અનેક વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. હવે તો ફેન્સ આ કલાકારોના અંગત જીવન વિશે જાણવા પણ  ખુબ ઉત્સુક રહે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર કાસ્ટ લાંબી છે. જેમાંથી એક લોકપ્રિય પાત્ર છે પોપટલાલ. પોપટલાલનું પાત્ર સીરિયલમાં શ્યામ પાઠક ભજવે છે. શ્યામ પાઠક શોમાં એક બેચલર પત્રકારની ભૂમિકા ભજવી રહ્યા છે. શ્યામ સંબંધિત કેટલીક ખાસ વાતો અહીં તમને જણાવીએ છીએ...

ચાઈનીઝ ફિલ્મમાં કર્યું કામ

1/9
image

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલની ભૂમિકા ભજવનારા શ્યામ પાઠકે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં શ્યામ પાઠકે વિદેશી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'Lust, Caution' નામની ચાઈનીઝ ફિલ્મમાં તેમણે કામ કર્યું છે. 

સોનીની ભૂમિકામાં જોવા મળ્યા હતા

2/9
image

ચાઈનીઝ ફિલ્મ Lust, Caution વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શ્યામ પાઠકે એક સોનીની ભૂમિકા ભજવી હતી. તે ફિલ્મમાં જ્વેલરી દુકાનમાં દાગીના વેચતા જોવા મળ્યા હતા. શ્યામ પાઠકે આ રોલ ખુબ સુંદર રીતે નિભાવ્યો હતો. 

રોલમાં ઢળી ગયા હતા શ્યામ પાઠક

3/9
image

શ્યામ પાઠકે ફિલ્મમાં ખુબ જ સુંદર રીતે અંગ્રેજી બોલતા સોનારની ભૂમિકા ભજવી હતી. તેઓ સંપૂર્ણ રીતે પોતાની ભૂમિકામાં ઢળી ગયા હતા. જે રીતે પોપટલાલની ભૂમિકામાં તેઓ હાલ ઢળી ગયા છે. શ્યામ આ રોલમાં ખુબ જામી રહ્યા હતા. તેઓ સૂટ બૂટ પહેરેલા જોવા મળ્યા હતા. 

અનુપમ ખેર સાથે ફિલ્મમાં કર્યું કામ

4/9
image

શ્યામ પાઠક ફિલ્મમાં જે દુકાનમાં ઘરેણા વેચતા હતા તેનું નામ ચાંદની ચોક જ્વેલર્સ હતું. તેના માલિકની ભૂમિકા બોલીવુડના દિગ્ગજ નેતા અનુપમ ખેરે ભજવી હતી. બંને સાથે અનેક દ્રશ્યોમાં જોવા મળ્યા હતા. 

આવી હતી ફિલ્મની વાર્તા

5/9
image

શ્યામ પાઠકની આ ચાઈનીઝ ફિલ્મ 'Lust, Caution' ની વાર્તા જાપાનના કબજા દરમિયાન ઘટેલી ઘટનાઓ પર આધારિત હતી. ફિલ્મમાં નાની નાની વસ્તુઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ફિલ્મ અનેક ઈરોટિક સીનથી ભરપૂર છે. તમામ કલાકારોએ લાજવાબ અભિનય કર્યો છે. 

આવો હતો શ્યામનો લૂક

6/9
image

શ્યામ પાઠકની ફિલ્મ  'Lust, Caution'ને અમેરિકામાં NC-17 રેટિંગ મળ્યું હતું. શ્યામ પાઠક મોટાભાગના દ્રશ્યોમાં સફેદ શર્ટ, વેસ્ટકોટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યા હતા.   

આ શોમાં કરી ચૂક્યા છે કામ

7/9
image

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલની ભૂમિકા ભજવનારા શ્યામ પાઠકે અન્ય લોકપ્રિય શોમાં પણ કામ કર્યું છે. શ્યામ જસુબેન જયંતીલાલ જોશીની જોઈન્ટ ફેમિલી, અને સુખ બાય ચાન્સમાં પણ જોવા મળ્યા હતા.   

બનવા માંગતા હતા સીએ

8/9
image

શ્યામ પાઠક શરૂઆતના દિવસોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા. આ માટે તેમણે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયામાં એડમિશન પણ લીધુ. પરંતુ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો. 

NSD માં કર્યો અભ્યાસ

9/9
image

શ્યામ પાઠકે CA નો અભ્યાસ છોડ્યો તેની પાછળ કારણ હતું કે તેમને એક્ટિંગનો શોખ લાગ્યો હતો. તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં આવી ગયા. આગળનો અભ્યાસ કર્યો અને એક્ટિંગમાં પોતાનું નસીબ અજમાવવા લાગ્યા. આજે ઘરે ઘરે શ્યામ પાઠક પોપટલાલ તરીકે લોકપ્રિય છે.