3 રાશિઓ માટે 2023નો અંત રહેશે બેમિસાલ, જ્યારે સૂર્ય ચમકાવશે ભાગ્ય

Sun Transit 2023: વર્તમાનમાં સૂર્ય દેવ વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે, જે હવે ડિસેમ્બરમાં પોતાની ચાલ બદલવાના છે. સૂર્ય ગોચર કેટલાક જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. 

સૂર્ય ગોચર

1/5
image

Surya Gochar: જ્યોતિષ વિદ્યામાં નવ ગ્રહોનો ઉલ્લેખ છે, જેમાં સૂર્ય દેવને બધા ગ્રહોના રાજા માનવામાં આવે છે. સૂર્યની સ્થિતિ મજબૂત થવા પર વ્યક્તિને જીવનમાં માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. સૂર્યનું ગોચર મહિનામાં એકવાર થાય છે. વર્તમાનમાં સૂર્ય દેવ વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે. 16 ડિસેમ્બરે સૂર્ય દેવ ધન રાશિમાં પ્રવેશ કરશે. બપોરે 3.48 કલાક પર સૂર્ય રાશિ પરિવર્તન કરશે, જેની અસર દરેક જાતકો પર થશે. ચાલો તમને જણાવીએ ડિસેમ્બરમાં સૂર્યનું રાશિ પરિવર્તન કયાં જાતકો માટે લાભકારી રહેવાનું છે. 

મેષ રાશિ

2/5
image

સૂર્યનું ગોચર મેષ રાશિના જાતકો માટે ખુબ લાભદાયક માનવામાં આવી રહ્યું છે. સૂર્ય દેવ તમારા 9માં ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન મન ધાર્મિક ગતિવિધિઓમાં રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ માનવામાં આવી રહ્યાં છે. કેટલાક લોકો શૈક્ષણિક ટ્રિપ પર જઈ શકે છે. તમારો આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. 

તુલા રાશિ

3/5
image

તુલા રાશિના જાતકો માટે ડિસેમ્બરનું સૂર્ય રાશિ પરિવર્તન શુભ માનવામાં આવી રહ્યું છે. કમ્યુનિકેશન ફીલ્ડથી જોડાયેલા લોકો માટે સમય સારો રહેશે. સામાજિત રીતે તમે લોકોનું મનોબળ વધારવામાં સક્ષમ હશો. પ્રોફેશનલ લાઇફમાં પ્રગતિનો નવો માર્ગ ખુલશે. તમે તમારા ગુરૂના સહયોગથી તમામ મુશ્કેલી સરળતાથી પાર કરી શકશો.   

વૃશ્ચિક રાશિ

4/5
image

સૂર્ય ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે શુભ પરિણામ લાવશે. ઘર પરિવારનું સમર્થન તમને મળશે. લવ લાઇફ પણ સારી રહેવાની છે. તમને બેન્ક બેલેન્સ વધારવાની નવી તક મળી શકે છે. આ દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને વાદ-વિવાદમાં ન પડો. 

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.