25 વર્ષ સિગારેટ પીવા કરતા પણ વધુ ખતરનાક છે તમારા શરીરમાં 1 મહિના રહેલો કોરોના વાયરસ

દેશભરમાં કોરોનાના કેસ રોજબરોજ વધી રહ્યા છે. ત્યારે આપને જણાવી દઈએ કે આ કોરોના વાયરસ (Coronavirus) કેટલો ખતરનાક છે અને તે કેવી રીતે આપણા ફેફસાને નુકસાન પહોંચાડે છે. જી હા, નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર 25 વર્ષ સિગારેટ પીવા ( smoking) કરતા પણ વધુ ખતરનાક 1 મહિનામાં થયેલો આ કોરોના વાયરસ છે. ચિંતાજનક વાત એ છે કે, એક વખત કોરોના વાયરસ ફેફસામાં પ્રવેશે પછી તે ફેફસા (damaged lungs) ને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. 

ઝી મીડિયા/બ્યૂરો :દેશભરમાં કોરોનાના કેસ રોજબરોજ વધી રહ્યા છે. ત્યારે આપને જણાવી દઈએ કે આ કોરોના વાયરસ (Coronavirus) કેટલો ખતરનાક છે અને તે કેવી રીતે આપણા ફેફસાને નુકસાન પહોંચાડે છે. જી હા, નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર 25 વર્ષ સિગારેટ પીવા ( smoking) કરતા પણ વધુ ખતરનાક 1 મહિનામાં થયેલો આ કોરોના વાયરસ છે. ચિંતાજનક વાત એ છે કે, એક વખત કોરોના વાયરસ ફેફસામાં પ્રવેશે પછી તે ફેફસા (damaged lungs) ને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. 

સિગરેટ અને કોરોનામાંથી કોણ વધુ જોખમી

1/4
image

આ કાયમી નુકસાન એટલી હદે હોય છે કે, કોઈ વ્યકિત 25 વર્ષથી સિગરેટ પીતો હોય તો તેના બંને ફેફસામાં જેટલું નુકસાન થાય તેથી વધારે નુકસાન કોરોનાના કારણે થાય છે.   

સાજા થયા બાદ પણ ડરમાં જીવાડે છે કોરોના

2/4
image

એક બીજી મહત્વની વાત એ છે કે એકવાર કોરોનામાંથી બહાર આવ્યા બાદ એવું ન સમજવું કે કોરોના હવે ખતમ થઈ ગયો છે. કોરોનાની રિકવરી બાદ વ્યક્તિએ કેટલીક કાયમી સાવચેતી રાખવી પડે છે. કોઈ વ્યક્તિને જ્યારે કોરોના થાય છે તે બાદ ફેફસાંના વાયુકોષને રિકવર થતાં 12 મહિના લાગે છે. 

ફેફસા 40 ટકા ડેમેજ થઈ જાય

3/4
image

કોરોના વાયરસના લક્ષણોની વાત કરીએ તો, માણસને કોરોના થયા બાદ ફેફસા 40 ટકા ડેમેજ થઈ જાય પછી શ્વાસ લેવામાં તકલીફ પડવાના લક્ષણો જોવા મળે છે. ત્યાં સુધી શ્વાસમાં તકલીફ થવાના લક્ષણો દેખાતા નથી.

કોરોના સીધો માણસના ફેફસા પર અસર કરે છે

4/4
image

ડોક્ટરોના રિસર્ચમાં સામે આવ્યું છે કે, આ કોરોનાથી ફેફસાને જે નુકસાન થાય તે પછી આગળના સમયમાં પણ ઘણું નુકસાન પહોંચાડી શકે છે. આમ ચોક્કસથી કહી શકાય કે, કોરોના વાયરસની બિમારી કોઈ સામાન્ય નથી. તે સીધા માણસના ફેફસા પર એટેક કરે છે અને એકવાર કોરોના થઈને સાજા થયા બાદ પણ 12 મહિના સતત સાવચેતી રાખવી પડે છે.