સુરતના દંપતીએ એટલુ લાંબુ પેઈન્ટિંગ બનાવ્યું કે નજર આકાશ સુધી ઉંચી કરવી પડે

ચેતન પટેલ/સુરત :ભગવાન સ્વામીનારાયણના શ્રદ્ધાળુઓ દેશવિદેશમાં ફેલાયેલા છે. ત્યારે સુરતમાં વેંકરીયા દંપતીએ ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર પર ત્રણ સ્ક્રોલ પેઇન્ટિંગ બનાવ્યા છે. જેમાંથી તેમના બાળ સ્વરુપ ઘનશ્યામ મહારાજના જીવન ચરિત્ર પર 57 મીટર લાંબું પરંપરાગત સૌરાષ્ટ્રની ભાતીગળ શૈલીમાં આ સ્ક્રોલ પેઈન્ટિંગ બનાવવામાં આવ્યું છે. 
 

1/5
image

સુરતના સ્વામીનારાયણ સંપ્રદાયના હરિભક્તો કોઈ ને કોઈ ક્ષેત્રે પારંગત હોય છે. ત્યારે આવી જ એક આર્ટ સુરતના વેંકરિયા પરિવારમાં જોવા મળી છે. અડાજણ વિસ્તારમાં રહેતા વેંકરીયા દંપતી દેશના એકમાત્ર એવા ચિત્રકાર છે કે જેઓએ ભગવાન સ્વામીનારાયણના જીવન ચરિત્ર ઉપર સૌથી મોટું અને લાંબુ સ્ક્રોલ પેઇન્ટિંગ બનાવ્યું છે. ભગવાન સ્વામીનારાયણના જીવનની અનેક ક્ષણોને તેમણે રંગોના માધ્યમથી જીવિત કરી છે. 

2/5
image

ભગવાન સ્વામીનારાયણના બાળ સ્વરુપ ઘનશ્યામ મહારાજના જીવન ચરિત્રને પરંપરાગત કલાના માધ્યમથી બનાવ્યા છે. વેંકરીયા દંપતીએ 57 મીટર લાંબું સ્ક્રોલ પેઇન્ટિંગ બનાવ્યું છે. ભારતીય પરંપરાગત કલા સંસ્કૃતિ જેમાં સૌરાષ્ટ્રની ભાતીગળ શૈલી પણ સામેલ છે. આ શૈલી સ્ક્રોલ પેઇન્ટિંગ કરવામાં આવી છે. 

3/5
image

વેંકરીયા દંપતી દ્વારા પેઈન્ટિંગ બનાવવાનો ઉદ્દેશ માત્ર એટલું છે કે, ભગવાન સ્વામીનારાયણ એ સમાજ સુધારા માટે શું કાર્ય કર્યું છે તે સહેલાઈથી જાણી શકે અને લોકો સારી વસ્તુઓ આ પેઇન્ટિંગના માધ્યમથી શીખે. વિભા વેકરીયા અને મનોજ વેકરીયાને આ પેન્ટિંગ બનાવતા ત્રણ વર્ષ લાગી ગયા છે. ભગવાનના જન્મ પહેલાથી લઈને તેમના ઘનશ્યામ સ્વરૂપનું લેખ આ પેઇન્ટિંગના માધ્યમથી લોકો ખૂબ જ સહેલાઇથી જાણી શકે છે.   

4/5
image

5/5
image