25 હજાર દીવડાથી ઝગમગ થયું મા ઉમિયાનું ધામ : જાણે ધરતી ઉપર દીવડાના તારલા ટમટમ્યાં
Navratri 2023 : સુરતમાં ગઈકાલે આઠમની મહાઆરતી કારઈ હતી. સુરતના વરાછા ઉમિયા મંદિર ખાતે મહા આરતી આયોજન કરવામાં આવ્યું હતું. એક સાથે 25,000 દીવાની મહાઆરતી થઇ હતી. જાણે ધરતી ઉપર દીવડાના તારલા ટમટમ્યાં એવા અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગઈકાલે આઠમ હતી. આજના દિવસે મા દુર્ગાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. દેશભરમાં દુર્ગા પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
એક સાથે 25 હજાર ભક્તોએ મહાઆરતીમાં ભાગ લીધો હતો. અને હાથમાં દીવો પકડીને માની આરતી ઉતારી હતી.
એક સાથે હજારો દીવડાઓની જ્યોતથી ઉમિયાધામનું પટાંગણ જગમગી ઉઠ્યું હતું. દીવાના પ્રકાશથી ધરતી ઉપર જાણે તારા ટમટમી રહ્યા હોય એવું આહલાદક દ્રશ્ય સર્જાયું હતું.
મહાઆરતી પહેલા મશાલયાત્રાની પરંપરા પુરી કરવામાં આવી હતી. મહા આરતીમાં ભાગ લેવા માટે સુરત સહિત આજુ બાજુના વિસ્તારોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા
Trending Photos