સુરતના જ્વેલર્સે હોંગકોંગનો રેકોર્ડ તોડ્યો, એવી બ્રેસલેટ વોચ બનાવી કે ગિનિઝ બૂકમાં નામ ચમક્યું
Surat Diamond Record : ડાયમંડ નગરી સુરતમાં હવે માત્ર હીરાને પોલિશ્ડ જ નથી કરાતા, પરંતુ અવનવી જ્વેલરી પણ બનાવવામાં આવી રહી છે. ત્યારે સુરતના એક જ્વેલર્સે હોંગકોંગનો રેકોર્ડ તોડ્યો છે. સુરતના હાઈ ફેશન જ્વેલર્સના હેમલભાઈ કાપડિયા અને મેરઠના હર્ષિતભાઈ બંસલ દ્વારા સંયુક્ત રીતે અનોખી બ્રેસલેટ વોચ બનાવાઈ છે, જેમાં 17,524 રિયલ ડાયમંડ લગાવાયા છે. જેણે અગાઉના 15,000 ડાયમંડ લગાવવાના રેકોર્ડનો તોડી નાંખ્યો.
આ વોચ બ્રેસલેટમાં શેનો-શેનો ઉપયોગ કરવામાં આવ્યો તેની વાત કરીએ તો, વોચ બ્રેસલેટમાં 12 નેચરલ રીયલ બ્લેક ડાયમંડ લગાવવામાં આવ્યા છે. 0.72 કેરેટનો ડાયમંડ લગાવ્યો છે. આ સિવાય 12 નેચરલ રિયલ બ્લેક ડાયમંડ, 113 નિલમની ચોકીઓ લગાવવામાં આવી છે.
વોચ બ્રેસલેટનું કુલ વજન 373.030 ગ્રામ છે. જેમાં ડાયમંડનું વજન 54.70 ગ્રામ છે. બંનેની 8 થી 10 મહિનાની સખત મહેનતના પરિણામે વોચ બ્રેસલેટ તૈયાર થઈ છે.
જોકે આ વોચ બ્રેસલેટ એકમાત્ર સિંગલ પીસ જ રહેશે. કેમ કે વિશ્વમાં આવું વોચ બ્રેસલેટ ફરી બનાવવામાં આવશે નહીં.
હેમલભાઈ કાપડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે કંઈક નવું અને અનોખું કરવા ઈચ્છતા હતાં. જેથી અમે 8 થી 10 મહિનાની મહેનતના અંતે બ્રેસલેટ વોચ તૈયાર કરી છે. જેમાં ડાયમંડની સાથે ગોલ્ડનો ઉપયોગ કરાયો છે. પહેરવામાં એકદમ આકર્ષક લાગતી આ વોચ અમે સિંગલ રાખીશું. બીજો પીસ અમે બનાવીશું નહીં. જેથી વિશ્વમાં આ એક માત્ર જ પીસ રહી શકે તે પ્રકારે અમારે કરવું છે.
Trending Photos