Kite Festival: 'સ્ટ્રીટ ડાન્સર 3D'ની સ્ટારકાસ્ટ વરુણ ધવન, શ્રદ્ધા, નોરા તથા સિંગર ધ્વની ભાનુશાળીએ માણી પતંગની મજા

ફિલ્મ કલાકાર વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, રેમો ડિસોઝા, નૌરા ફતેહી, ધર્મેશ અને ભૂષણ કુમાર પણ જોવા મળ્યાં. આ ઉપરાંત જાણીતી સિંગર ધ્વની ભાનુશાળી પણ કાઈટ ફેસ્ટીવલમાં પહોંચી હતી. આ સાથે તેઓએ પતંગની મજા પણ માણી હતી.

અતુલ તિવારી, અમદાવાદ: અમદાવાદમાં આવેલા રીવરફ્રન્ટ ખાતે કાઈટ ફેસ્ટીવલ ચાલી રહ્યો છે જેનાં કારણે અનેક ફિલ્મી હસ્તીઓ અમદાવાદની મહેમાન બની રહી છે. મોટી સંખ્યામાં શહેરીજનો અહીં આવતા હોવાથી નવી ફિલ્મોના પ્રમોશન માટે કાઈટ ફેસ્ટીવલ એક મહત્વપૂર્ણ ડેસ્ટીનેશન બન્યું છે. ત્યારે 'સ્ટ્રીટ ડાન્સર 3D'ના ફિલ્મ સ્ટારો પણ કાઈટ ફેસ્ટીવલમાં આવી પહોંચ્યા હતા અને પોતાની આગામી ફિલ્મનો પ્રચાર કર્યો હતો. ફિલ્મ કલાકાર વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, રેમો ડિસોઝા, નૌરા ફતેહી, ધર્મેશ અને ભૂષણ કુમાર પણ જોવા મળ્યાં. આ ઉપરાંત જાણીતી સિંગર ધ્વની ભાનુશાળી પણ કાઈટ ફેસ્ટીવલમાં પહોંચી હતી. આ સાથે તેઓએ પતંગની મજા પણ માણી હતી.

1/7
image

આ તમામ કલાકારોએ પતંગ ઉડાવવાની મજા માણી હતી. 

2/7
image

મોટી સંખ્યામાં શહેરીજનો અહીં આવતા હોવાથી નવી ફિલ્મોના પ્રમોશન માટે કાઈટ ફેસ્ટીવલ એક મહત્વપૂર્ણ ડેસ્ટીનેશન બન્યું છે. 

3/7
image

'સ્ટ્રીટ ડાન્સર 3D' ફિલ્મ કલાકારોમાં વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી, પુનીત પાઠક, ધર્મેશ યેલાંડે, સહીત ફિલ્મના ડીરેક્ટર રેમો ડી'સોઝા તેમજ પ્રોડ્યુસર ભૂષણ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. 

4/7
image

કલાકારોએ પતંગ ઉડાવવાની મજા તો માણી જ પરંતુ સાથે સાથે તેમણે ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજિત કાઈટ ફેસ્ટીવલની પ્રશંસા કરી હતી.

5/7
image

કલાકારોએ દેશના અન્ય ભાગોમાં પણ કાઈટ ફેસ્ટીવલનું આયોજન કરવા માટે તથા તેને સમર્થન આપવાની પણ તૈયારી દર્શાવી હતી.

6/7
image

અવનવા પતંગો ઉડાવીને ધ્વ્ની ભાનુશાળીએ પણ પતંગની મજા માણી હતી. તેણએ હાલમાં પોતે ગાયેલા સેડ અને રોમેન્ટિક સોંગ 'નાં જા તું'નું પ્રમોશન પણ કર્યું હતું. 

7/7
image

આ ગીતની વાત કરીએ તો તેનું શુટિંગ ગુજરાતમાં આવેલા વિજય વિલાસ પેલેસ, માંડવી બીચ, માંડવી એર સ્ટ્રીપ, કોડાકી બ્રીજ અને રણ ઓફ કચ્છમાં કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ધ્વની ભાનુશાળીએ ઝી 24 કલાક સાથે વાતચીત કરી હતી.