નવરાત્રિ પછી શરૂ થશે વરસાદનો તોફાની રાઉન્ડ! વરસાદ અને ચક્રવાતને લઈ અંબાલાલની મોટી આગાહી

Ambalal Patel Prediction : ગુજરાતીઓની નવરાત્રિ તો વરસાદ વગર સરસ નીકળી જશે. પરંતું અસલી ખેલ તો નવરાત્રિ પછી શરૂ થશે તેવી અંબાલાલ પટેલે ચેતવણી આપી છે. નવરાત્રિ બાદ ભારેથી અતિભારે વરસાદ તો છોડો, પણ અંબાલાલે સીધી વાવાઝોડાની જ આગાહી કરી દીધી છે. હવામાન નિષ્ણાતે તારીખ આપીને આગાહી કરી કે, આ દિવસે ગુજરાતથી અડીને પસાર થશે વાવાઝોડું.  

1/9
image

આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ન હોવાથી રાહતના સમાચાર છે. હવે લાગે છે કે ચોમાસાની વિદાય થઈ રહી છે. ગુજરાતના અનેક ભાગોમાંથી વરસાદ ગાયબ થઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી આવી ગઈ છે. તેમણે ચોમાસાની વિદાય અને ગુજરાત પર આવવાના વાવાઝોડાના સંકટ વિશે આગાહી કરી છે. તેણે ચોમાસાની વિદાય અંગે મોટા અપડેટ આપ્યા કે, હજી ચોમાસું ગયુ નથી, હજી તો વરસાદ આવશે.

2/9
image

અંબાલાલ પટેલે કહ્યું કે, નવરાત્રિમાં 9-10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો 12-13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 14-16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળવાયુ વાતાવરણ રહેશે.  

3/9
image

આગાહીકારે કહ્યું કે, 17 ઓકોબરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવવાઝોડું બનવાની શક્યતા છે. આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે. અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. જો કે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે.

4/9
image

તેમણે વધુમાં કહ્યું કે, બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દેશના દક્ષિણ ભાગોમાં વરસાદ રહી શકે છે. 16 થી 22 ઓક્ટોબર સુધીમાં  ગુજરાતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે ઝાપટા થઇ શકે છે. તો આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ,હિંમતનગર, સાબરકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. 22 ઓક્ટોબરથી સવારના ભાગોમાં ઠંડકની શરૂઆત થઈ જશે. તેના બાદથી ઠંડી લાગવાની શરૂઆત થશે.

5/9
image

અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું કે, 10 ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમા હળવું દબાણ ઉભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૯-૨૭ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવ સંભાવના નહિવત્ છે. 

ચોમાસું ગયું નથી

6/9
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે,  આ વખતનું ચોમાસું લાંબુ છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હજી ચોમાસું સક્રિય છે. હજુ પણ સાત-આઠ તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાંની શક્યતા છે. આ વરસાદ સાતથી નવ તારીખ સુધીમાં થઇ શકે.

આ તારીખે થશે ચોમાસાની વિદાય

7/9
image

સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું પાંચમી ઓક્ટોબર સુધીમાં આખા ગુજરાતમાંથી વિદાય લઇ લેતું હોય છે. પણ આ વખતનું ચોમાસું લાંબુ છે. આજે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં ચોમાસું સક્રિય છે. જેમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી ચોમાસું સક્રિય છે. જોકે, આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઇ જશે.

ગુજરાતમાં ક્યાં ક્યાંથી ચોમાસાની વિદાય થઈ

8/9
image

તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારો, પાટણ, મહેસાણા, મોરબી અને સુરેન્દ્રનગરના ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય થઇ ગઇ છે. આ સાથે પશ્ચિમના અમુક ભાગોમાંથી પણ નૈઋત્યુના ચોમાસાની વિદાય થઇ ગઇ છે. અત્યારે જે પ્રદેશોમાં નૈઋત્યનું ચોમાસું જો એક્ટિવ હોય.

વાવાઝોડાની આગાહી

9/9
image

કેટલાક લોકો વાવાઝોડાની અફવા ફેલાવી રહ્યા છે પરંતુ હજુ વાવાઝોડું સક્રિય થાય એવી કોઇ શક્યતા દેખાતી નથી. એટલે હમણાં કોઇ વાવાઝોડું કે મોટા વરસાદની શક્યતા નથી. જેથી ખેડૂતભાઇઓએ પોતાનું કામ રાબેતા મુજબ કરવા અને મગફળીના પાકને સાચવી લેવાની ભલામણ છે.